Health Tips: ખોટી આહાર શૈલીના કારણે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. અનહેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ ન કરવાના કારણે લોકો ઝડપથી બીમાર પડે છે અને તેમને એન્ટીબાયોટિક્સ દવા પણ લેવી પડે છે. વારંવાર લેવાતી દવાઓના કારણે પેટની ગરમી અને એસિડ પીએચ લેવલ વધી જાય છે. જેના કારણે પગના તળિયામાં બળતરા, પેટમાં બળતરા તેમજ વારંવાર એસીડીટીની ફરિયાદ રહે છે. જો તમારે પણ પેટની ગરમીથી છુટકારો મેળવવો હોય અને શરીરને હાઈડ્રેટ રાખવું હોય તો આજે તમને તેના માટેના ઘરેલુ નુસખા જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગના તળિયામાં બળતરાની સમસ્યા મોટાભાગની મહિલાઓને સતાવતી હોય છે. આ સમસ્યાને દુર કરવા માટે મિસરી અને વરિયાળી સૌથી ઉત્તમ ઉપાય છે. તેનો ઉપયોગ કરીને એસિડિટી અને ગેસની સમસ્યાથી પણ મુક્તિ મેળવી શકાય છે. તેના માટે એક ચમચી વરિયાળી અને તેમાં જરૂર અનુસાર મિસરી મિક્સ કરીને પલાળી દો. ત્યાર પછી આ પાણીને ઠંડુ થવા દો. મિસરી પાણીમાં ઓગળી જાય પછી તેને ગાળી અને તેનું સેવન કરવાનું રાખો.


આ પણ વાંચો:


આ 5 ઘરેલુ ઉપાયથી દવા વિના મળશે માથાના દુખાવાથી છુટકારો, તુરંત કરે છે અસર


કૈફીનથી ભરપુર આ 4 ડ્રિંક્સ પીવાથી વધે છે Heart Attack નું રીસ્ક, તમે તો નથી પીતાને ?


શુગર કંટ્રોલ કરવા વધારે કારેલા ખાશો તો કિડની થશે ખરાબ, વધારે સેવનથી થાય છે આ નુકસાન



મિસરી અને વરીયાળીનું પાણી પીવાથી પગના તળિયામાં થતી બળતરા, થાક, એસીડીટી, માથાનો દુખાવો જેવી તકલીફોથી પણ રાહત મળશે અને સાથે જ શરીર હાઈડ્રેટ રહેશે. દિવસની શરૂઆત આ પાણી પીને કરશો તો શરીરને એનર્જી પણ મળશે અને નબળાઈ પણ દૂર થશે. 


મિસરી અને વરીયાળીનું પાણી પીવાથી આંખને પણ ઠંડક મળે છે. પેટની ગરમીના કારણે પગના તળિયામાં થતી બળતરા એક અઠવાડિયામાં જ દૂર થઈ જશે. સાથે જ આ પાણી પીવાથી આંખનું તેજ પણ વધી જશે. 


નિયમિત રીતે મિસરી અને વરીયાળીનું પાણી પીવાનું રાખશો તો રાત્રે ઊંઘ પણ સારી આવશે અને હોર્મોનલ હેલ્થમાં પણ સુધારો થશે. મગજ શાંત રહેવાથી સ્ટ્રેસ પણ ઓછો થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)