Ghee Benefits: વજન વધારવું હોય કે ઘટાડવું હોય, બંનેમાં મદદ કરશે ઘી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ?
Ghee Benefits: ઘીમાં નેચરલ રીતે સેચ્યુરેટેડ ફેટ હોય છે. આ ફેટ શરીરને એનર્જી આપે છે અને વજન વધારવામાં મદદ કરે છે. ઘીમાં કેલેરી વધારે હોય છે પરંતુ જો તમે યોગ્ય માત્રામાં ઘીનું સેવન કરો છો તો તે બેલેન્સ ડાયટ સાથે તમારું વજન ઘટાડી પણ શકે છે.
Ghee Benefits: ઘીનો ઉપયોગ વર્ષોથી ભારતીય રસોઈમાં કરવામાં આવે છે. ઘીનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ અને સુગંધ તો વધી જ જાય છે પરંતુ સાથે જ ઘીના કેટલાક ગુણ આહારને વધારે પૌષ્ટિક પણ બનાવે છે. જોકે વજન ઘટાડવા અને વધારવાની વાત આવે ત્યારે ઘીને લઈને લોકોના મનમાં અલગ અલગ પ્રકારના મંતવ્ય પ્રવર્તે છે. કેટલાક લોકોનું માનવું છે કે ઘી ખાવાથી વજન વધે છે તો કેટલાક લોકો માને છે કે ઘી ખાઈને વજન ઘટાડી પણ શકાય છે. તો આજે તમને જણાવી દઈએ કે ઘી ખાવાથી હકીકતમાં વજન ઘટે કે વધે.
આ પણ વાંચો: Strawberry Benefits: શિયાળામાં સ્ટ્રોબેરી ખાવી જરૂરી, શરીરની આ સમસ્યાનો થઈ જશે ખાતમો
ઘીમાં નેચરલ રીતે સેચ્યુરેટેડ ફેટ હોય છે. આ ફેટ શરીરને એનર્જી આપે છે અને વજન વધારવામાં મદદ કરે છે. ઘીમાં કેલેરી વધારે હોય છે પરંતુ જો તમે યોગ્ય માત્રામાં ઘીનું સેવન કરો છો તો તે બેલેન્સ ડાયટ સાથે તમારું વજન ઘટાડી પણ શકે છે. હવે તમને પ્રશ્ન થશે કે ઘી વજન ઘટાડવાના અને વધારવાના બંને કામમાં કેવી રીતે મદદ કરી શકે ? તો ચાલો તમને જણાવી દઈએ કે ઘી કેવી રીતે તમારું વજન વધારે છે અને કેવી રીતે ઘટાડી શકે છે.
ઘીની મદદથી કેવી રીતે વધારવું વજન
આ પણ વાંચો: Diabetes: ડાયાબિટીસના દર્દીના શરીરમાં જઈ દવા જેવી અસર કરે છે આ ફળ, ખાવાથી થશે આ લાભ
- જે લોકો ખૂબ જ પાતળા હોય તેમણે પોતાની ડાયટમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. ઘીમાં રહેલી કેલેરી હેલ્ધી ફેટ અને મસલ્સને વધારે છે.
- ઘીનું પાચન સરળતાથી થઈ જાય છે અને તે ઝડપથી પોષક તત્વોને એબ્સોર્બ કરે છે.
- જે લોકોને દૂધના કારણે લેકટોઝની તકલીફ થતી હોય તેમણે ઘીનું સેવન કરવું જોઈએ. ઘી તેમને દૂધ સમાન લાભ કરે છે.
આ પણ વાંચો: આ 5 પ્રકારના ઉકાળા પીવાનું રાખશો તો કડકડતી ઠંડી તમારું કંઈ નહીં બગાડી શકે
ઘીના વજન ઘટાડતા ગુણ
- ઘીમાં ખાસ પ્રકારના એસિડ હોય છે જે ચરબીને દૂર કરે છે અને મેટાબોલિઝમને બુસ્ટ કરે છે.
- ઘીમાં રહેલા કેટલાક ફેટી એસિડ ભૂખ ઘટાડે છે. તેનું સેવન કરવાથી તમે પેટને ભરેલું અનુભવ કરશો અને વધારે ખાવાથી બચી જશો.
- ઘીમાં વિટામિન ડી હોય છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે યોગ્ય માત્રામાં રોજ ઘીનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો: રાત્રે આ બે મસાલામાં મધ ઉમેરી ચાટી જાશો તો બરફની જેમ ઓગળી જશે છાતીમાં જામેલો કફ
ઘી ખાતી વખતે આ વાતનું રાખો ધ્યાન
- ઘીનું સેવન યોગ્ય માત્રામાં જ કરવું જરૂરી છે. આયુર્વેદ અનુસાર એક સ્વસ્થ વયસ્ક વ્યક્તિએ દિવસમાં એક થી બે ચમચી ઘીનું સેવન કરવું જોઈએ.
- તમે બેલેન્સ ડાયટ સાથે ઘીનું સેવન કરો છો તો નિયમિત રીતે વ્યાયામ કરવો પણ જરૂરી છે.
- જો તમને કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે તો ઘીનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)