Itching: પ્રાઇવેટ પાર્ટમાં આવતી ખંજવાળના કારણ અલગ અલગ હોય છે. જેમાં મુખ્ય કારણ કેમિકલ યુક્ત સાબુનો પ્રયોગ, ઈસ્ટ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન વગેરે હોય છે. ખાસ કરીને મહિલાઓને વારંવાર પ્રાઇવેટ પાર્ટની આસપાસ અને પ્રાઇવેટ પાર્ટની અંદર ખંજવાળનો અનુભવ થતો હોય છે. આ સ્થિતિ ખૂબ જ અસહજ અનુભવ કરાવે છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં આ સમસ્યા વધી જતી હોય છે. આવી સમસ્યા તમને પણ હોય તો આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી ગણતરીને મિનિટોમાં જ પ્રાઇવેટમાં આવતી ખંજવાળથી મુક્તિ મળી જશે અને બળતરા પણ શાંત થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ વસ્તુમાં 1 ચપટી જાયફળ પાવડર ઉમેરી પીવાથી પેટ અને સ્કિન સંબંધિત સમસ્યા થશે દુર


નાળિયેરનું તેલ 


જો પ્રાઇવેટ પાર્ટની આસપાસ વારંવાર ખંજવાળ આવતી હોય તો ખંજવાળ મટાડવા માટે નાળિયેરના તેલનો ઉપયોગ કરી શકાય છે. નાળિયેરના તેલમાં મોસ્ચરાઇઝિંગ ગુણ હોય છે. તે ખંજવાળને શાંત કરે છે અને સાથે જ ઇન્ફેક્શન સામે પણ લડે છે. 


એપલ સાઇડર વિનેગર 


વજાઈનલ ઇચિંગને દૂર કરવા માટે વિનેગરનો પ્રયોગ પણ કરી શકાય છે. જોકે તેના માટે વિનેગરને પાણીમાં મિક્સ કરવું જરૂરી છે. પાણી અને વિનેગરને સમાન માત્રામાં મિક્સ કરીને પ્રાઇવેટ પાર્ટની આસપાસની સ્કીન સાફ કરવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે અને ખંજવાળથી મુક્તિ મળી જાય છે. 


આ પણ વાંચો: હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચાવી શકે છે યોગ, આ આસન રોજ કરવાથી હાર્ટ રહેશે હેલ્ધી


બેકિંગ સોડા 


પ્રાઇવેટ પાર્ટમાં આવતી ખંજવાળને દૂર કરવા માટે બેકિંગ સોડાનો પ્રયોગ પણ કરી શકાય છે. તેમાં બેક્ટેરિયાને નાશ કરવાના ગુણ હોય છે તે ખંજવાળને પણ શાંત કરે છે. તેના માટે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરી લો. આ પાણીથી પ્રાઇવેટ પાર્ટની બહારની સ્કીન સાફ કરવાથી ખંજવાળ મટે છે.


આ પણ વાંચો: Worst Foods For Kidney: આ 5 ફુડ કિડની માટે ઝેર સમાન, રોજ ખાવાથી કિડની થઈ શકે છે ફેલ


જોકે ખંજવાળ નોર્મલ હોય તો આ ઉપાયોથી આરામ મળી શકે છે પરંતુ જો તમને ઘણા દિવસોથી આ સમસ્યા હોય તો એક્સપર્ટની સલાહ જરૂરથી લઈ લેવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)