Headache Remedy:માથાના દુખાવો માટે દવા લેવાને બદલે આ વસ્તુને હુંફાળા પાણીમાં ઉમેરી પી જવી, ગણતરીની મિનિટોમાં થશે રાહત
Headache Remedy: તાજેતરમાં થયેલી એક રિસર્ચમાં સામે આવ્યું છે કે માથાના દુખાવાથી રાહત મેળવવી હોય તો હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરીને પી લેવું જોઈએ. પાણીમાં મીઠું ઉમેરીને પીવાથી માથાના દુખાવાથી અડધી કલાકથી પણ ઓછા સમયમાં રાહત મળી જાય છે.
Headache Remedy: માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. અપૂરતી ઊંઘ, ડિહાઇડ્રેશન, થાક અને સ્ટ્રેસના કારણે પણ માથાનો દુખાવો થાય છે. માથાના દુખાવાથી રાહત મેળવવા માટે ઘણા લોકો પેન કિલરનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દવા લીધા વિના પણ તમે માથાના દુખાવાને દૂર કરી શકો છો ?
તાજેતરમાં થયેલી એક રિસર્ચમાં સામે આવ્યું છે કે માથાના દુખાવાથી રાહત મેળવવી હોય તો હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરીને પી લેવું જોઈએ. પાણીમાં મીઠું ઉમેરીને પીવાથી માથાના દુખાવાથી અડધી કલાકથી પણ ઓછા સમયમાં રાહત મળી જાય છે. સંશોધન માટે 40 લોકોના સમૂહને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. જેમાં એક સમૂહને હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને આપવામાં આવ્યું અને બીજા સમૂહને એક પ્લેસીબો આપવામાં આવી.
આ પણ વાંચો: Clove Benefit: એક નાનકડું લવિંગ પુરુષો માટે છે વરદાન, જાણો તેનાથી થતા ફાયદા વિશે
રિસર્ચમાં સામે આવ્યું કે મીઠાનું પાણી પીનાર લોકોને માથાના દુખાવાથી અડધી કલાકથી પણ ઓછા સમયમાં રાહત મળી ગઈ. શોધકર્તાઓનું માનવું છે કે હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરીને પીવાથી બ્લડ વેસલ્સનું સંકોચન થાય છે જેના કારણે માથાના દુખાવાથી રાહત મળે છે આ ઉપરાંત મીઠામાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ શરીરમાં તરલ પદાર્થનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે જેના કારણે માથાનો દુખાવો દૂર થાય છે.
આ પણ વાંચો: કોરોના નવા વેરિઅન્ટના વધતા કેસ વચ્ચે શરદી-ઉધરસ સહિતના સંક્રમણથી બચાવશે આ ઉકાળો
મીઠાનું પાણી પીવાના ફાયદા
હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે. આ પાણી પીવાથી શરીરમાં આવેલા સોજા ને દૂર કરવામાં મદદ મળે છે. મીઠા વાળું પાણી પીવાથી ઉલટી ની સમસ્યા પણ બંધ થાય છે. જો કે કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર કે કિડની બિમારી છે તો હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.
આ પણ વાંચો: Diabetes: ડાયાબિટીસને રિવર્સ કરી શકે છે આ 5 મસાલા, કંટ્રોલમાં જ રહેશે બ્લડ સુગર
માથાના દુખાવાને દૂર કરવાના અન્ય ઉપાય
ઠંડો અથવા તો ગરમ શેક કરવો
પર્યાપ્ત આરામ કરો
નિયમિત રીતે પૂરતી ઊંઘ કરો
દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું
સ્ટ્રેસથી બચો
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)