Health Tips: કોરોના નવા વેરિઅન્ટના વધતા કેસ વચ્ચે શરદી-ઉધરસ સહિતના સંક્રમણથી બચાવશે આ ઉકાળો

Health Tips: કોરોનાના જોખમથી લોકોની ચિંતા વધી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેનાથી બચવા માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. સંક્રમણથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તેના પર ધ્યાન આપવું જોઈએ. તમે રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે તમારી ડાયટમાં આ ઉકાળાને સામેલ કરી શકો છો.

Health Tips: કોરોના નવા વેરિઅન્ટના વધતા કેસ વચ્ચે શરદી-ઉધરસ સહિતના સંક્રમણથી બચાવશે આ ઉકાળો

Health Tips: કોરોનાના જોખમથી લોકોની ચિંતા વધી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેનાથી બચવા માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે જેમાં લોકોને કહેવાયું છે કે ભીડભાડવાળી જગ્યાથી દૂર રહો અને માસ્ક પહેરો. આ સિવાય સંક્રમણથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તેના પર ધ્યાન આપો. હાલ શિયાળો ચાલી રહ્યો છે તેવામાં તમે રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે તમારી ડાયટમાં આ ઉકાળાને સામેલ કરી શકો છો. તેને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ ઘણા બધા ફાયદા થાય છે. તો ચાલો તમને જણાવીએ આ ઉકાળો પીવાથી શરીરને થતા ફાયદા વિશે.

ઇમ્યુનિટી બુસ્ટર

કોઈપણ રોગથી બચવું હોય તો જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હોય. રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવા માટે અને અન્ય બીમારીઓને માત આપવા માટે તમે તુલસીનો ઉકાળો પી શકો છો. તેના માટે તુલસીના પાનની સાથે તજ, કાળા મરી, સૂંઠ વગેરેનો ઉપયોગ કરવો. 

પાચન માટે લાભકારી

પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે અજમાને ગુણકારી માનવામાં આવે છે. તેનાથી કબજિયાત, એસિડિટીથી પણ રાહત મળે છે. પાચનને સ્વસ્થ રાખવા માટે તમે અજમાનો ઉકાળો પી શકો છો. 

શરદી ઉધરસ માટે

શિયાળામાં શરદી અને ઉધરસની સમસ્યા પણ સામાન્ય છે. આ પ્રકારની સમસ્યાથી બચવા માટે તમે આદુનો ઉકાળો પી શકો છો. તેમાં તમે તજ, કાળા મરી અને લીંબુનો રસ મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

સાંધાના દુખાવા માટે

જો શિયાળામાં તમને સાંધાના દુખાવાની સમસ્યા વધારે રહેતી હોય તો સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે ઉકાળાની મદદ લઈ શકાય છે. તેના માટે હળદરનો ઉકાળો પીવાથી આરામ થાય છે. 

શરીરને ડિટોક્ષ કરવા

શરીરમાં જામેલા ટોક્સિક પદાર્થોને બહાર કાઢવા પણ જરૂરી હોય છે તેના માટે પણ તમને ઉકાળો મદદ કરી શકે છે. શરીરને ડિટોક્ષ કરવા માટે લીમડાના પાન અને ગીલોઈનો ઉપયોગ કરી શકાય છે. આ બંને વસ્તુનો ઉકાળો પીવાથી શરીરમાં જામેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news