નવી દિલ્હી: જીભ તમને સ્વાદનો અનુભ કરાવે છે. તેની માત્ર સ્વાદ પર જ પકડ નથી, પરંતુ તમારા સ્વાસ્થ્યથી જોડાયેલા રાઝ પણ તે જાણે છે. જી હાં, જીભ (tongue)ના રંગના આધાર પર તમે જાણી શકો છો કે, તમારું સ્વાસ્થ્ય સારુ છે કે નથી. જીભ પર પીળા રંગનું લેયર ખાવા, પીવા તેમજ ધૂમ્રપાન (smoking) કરવાથી બને છે. પરંતુ ઘણી વખત જીભનો રંગ લાલ, કાળો થઈ જાય છે. તમારી ડાયટ ઉપરાંત અધુરી ઊંઘ, બીમારી, બેક્ટેરિયાના કારણે પણ જીભનો રંગ બદલાઈ જાય છે. સ્વસ્થ જીભનો રંગ લાઈટ ગુલાબી હોય છે, જો કે, જીભ પર સફેદ લેયર હોવું નોર્મલ માનવામાં આવે છે. આવો જાણીએ જીભના રંગથી કેવી રીતે જાણી શકાય છે સ્વાસ્થ્યનું રાઝ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Corona Update: પાછા વધ્યા કોરોનાના કેસ, કુલ આંકડો 62 લાખને પાર


ઘાટા લાલ રંગની જીભ
એનિમિયા, લાલ તાવને કારણે જીભનો રંગ ઘાટો લાલ થઈ જાય છે. આ ઉપરાંત વિટામિન B12ની ઉણપના સંકેત પણ હાઈ શકે છે. તે જ સમયે જો જીભની નીચેનો ભાગ ઘાટો લાલ થઈ જાય તો પછી સમજવું કે આંતરડામાં ગરમી વધી છે.


આ પણ વાંચો:- દેશમાં કોરોના હાંફી રહ્યો છે? મળ્યા આ રાહતના સમાચાર


જીભ પર જામેલ પીળા રંગનું લેયર
જીભ પર જામેલ પીળા રંગનું લેયર આ વાતનો સંકેત કરે છે કે તમે ઓવરઇટિંગ કરી રહ્યાં છો. આ ઉપરાંત ડાઇઝેશન, લિવર અથવા મોઢામાં બેકટેરિયા વધારે હોવાથી જીભ પર પીળા રંગનું લેયર જામી જાય છે. તેના કાણે મોઢામાંથી દુર્ગંધ, થાક લાગવો તેમજ તાવ આવી શકે છે.


આ પણ વાંચો:- કોરોનાકાળમાં જે લોકોને ઘર બહારના 'ફોગટ ફેરા' કરવાની આદત હોય તે ખાસ વાંચે...


બ્રાઉન રંગ
વધુ કેફીન, ધૂમ્રપાન (smoking) અથવા દારૂ (alcohol)ના સેવનથી જીભ બ્રાઉન રંગની થઈ જાય છે. જો કે, તેની અવગણના કરવાની જગ્યાએ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.


આ પણ વાંચો:- દુનિયાભરમાં કોરોનાના દર્દીઓનો આંકડો 3.29 કરોડ પાર, ભારતમાં 60 લાખથી વધુ કેસ


જીભ પર ચાંદા પડવા
ક્યારેક ભુલથી પણ જીભ કપાઈ જાય, સુકો અથવા તીખો ખોરાક લેવાના કારણે મોઢામાં ચાંદા પડી જાય છે. તેની અવગણના ના કરો કેમ કે, અઠવાડીયાથી વધારે ચાંદા રહે તો તે અલ્સર (ulcer)નું રૂપ લઈ શકે છે. જો કારણ વગર ચાંદા પડે છે તો તે હોર્મોન્સના અસંતુલનના સંકેત હોઈ શકે છે.


આ પણ વાંચો:- દેશમાં કુલ કેસ 60 લાખ નજીક પહોંચ્યા, 49 લાખ લોકોએ કોરોનાને આપી માત


જીભ પર કાળા ડાઘ પડવા
જીભ પર કાળા ડાઘ પડવા શરીરમાં લોહીની ઘટ, ડાયાબિટીસ (diabetes)ની તરફ સંકેત કરે છે. આ ઉપરાંત મોઢામાં બે કટેરિયા (bacteria) વધારે હોવાના કારણે પણ જીભ પર કાળા રંગના ડાઘ પડે છે.


(નોધ: કોઇપણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube