ચણાને પોષણનો ખજાનો કહેવામાં આવે છે. દરેક સીઝનમાં ખવાતા ચણા શરીરને શક્તિશાળી અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું, ચણા દરેક સમયે સ્વાસ્થ્ય પ્રદ હોય છે. આયુર્વેદ નિષ્ણાંત અને હરદોઈના શતાયુ આયુર્વેદ તથા પંચકર્મ કેન્દ્રના ડોક્ટર અમિત કુમાર અનુસાર ચણામાં રહેલા પોષક તત્વો શરીર માટે ઘણી રીતે લાભદાયક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. અમિતે જણાવ્યું કે ચણામાં પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તે પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવા, શરીરમાં લોહીની કમી દૂર કરવા અને પાચનતંત્ર મજબૂત કરવામાં મદદ કરે છે. ચણાને શેકી કે પાણીમાં પલાળી ખાઈ શકાય છે. ખાસ કરીને શેકેલા ચણા પાચન તંત્રમાં સુધાર કરે છે. 


ચણા-ગોળનું સેવન કેમ છે ખાસ?
ચણા સાથે ગોળ ખાવાથી તેના ફાયદાઓ પણ વધી જાય છે. ગોળ અને ચણાનું સેવન શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે, જે એનિમિયાને દૂર કરે છે. એનિમિયા જેવી સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક છે.


ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન
શેકેલા ચણાનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે આદર્શ સ્નેક્સ બનાવે છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા અને લાંબા સમય સુધી ભૂખને શાંત કરવામાં મદદ કરે છે.


આ પણ વાંચોઃ ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરી બનાવજો રોટલી, આ રોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે


પોષણનો ખજાનો
100 ગ્રામ ચણામાં લગભગ 58.99 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 25.21 ગ્રામ પ્રોટીન, 18.3 ગ્રામ ડાઇટરી ફાઇબર અને 1.64 ગ્રામ ફેટ હોય છે. આ સિવાય આયરન, ફાસ્ફોરસ, મેગ્નીશિયમ, ઝિંક અને કોપર જેવા માઇક્રોન્યૂટ્રિએન્ટ્સની ભરપૂર માત્રા હોય છે. 


ડો. અમિતની સલાહ
ડો. અમિતે દરરોજ ચણાના સેવનની સલાહ આપી છે. તે ન માત્ર શરીરને તંદુરસ્ત બનાવે છે, પરંતુ પાચન, મેટાબોલિઝ્મ અને હાડકાંની મજબૂતી માટે પણ ફાયદાકારક છે. તમે તેને નાસ્તામાં સામેલ કરી સ્વસ્થ રહી શકો છો.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.