Ayurvedic Remedies: શિયાળામાં જો તમે સ્વાસ્થ્યને લઈને થોડા પણ બેદરકાર રહો તો સરળતાથી શરદી,ઉધરસ જેવી વાયરલ સમસ્યાનો શિકાર થઈ શકો છો. શરદી, ઉધરસ, તાવ, કફ, બંધના જેવી તકલીફ સામાન્ય લાગે પરંતુ તેમના કારણે રોજના કામ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. તેમાં પણ શરદી, ઉધરસના લીધે ગળામાં દુખાવો, નાક બંધ થવું, નાકમાંથી પાણી નીકળવું, કફ થઈ જવો જેવી તકલીફ થવામાં જરા પણ સમય લાગતો નથી. શિયાળામાં મોટાભાગના લોકો શરદી-ઉધરસ અને કફની સમસ્યાથી પરેશાન થઈ જતા હોય છે. આવી સમસ્યામાં મોટા ભાગે લોકો દવા લેવાનું પસંદ કરે છે જેથી તુરંત જ આરામ મળી જાય. પરંતુ તમે દવા વિના પણ આ તકલીફોથી રાહત મેળવી શકો છો. આજે તમને એવી આયુર્વેદિક ટિપ્સ વિશે જણાવીએ જે તમને દવા વિના શરદી ઉધરસ થી રાહત અપાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદી, ઉધરસ અને કફ માટેના 4 અકસીર આયુર્વેદિક નુસખા


આ પણ વાંચો: Winter: વર્ષ આખું રહેવું હોય નિરોગી તો શિયાળામાં આ 5 વસાણાં ખાવાનું ચૂકતા નહીં


હળદર વાળું દૂધ


હળદર વાળું દૂધ એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. તેમાં રહેલા તત્વ બોડીને ડીટોક્ષ કરવાનું કામ પણ કરે છે અને વાયરલ રોગોથી શરીરનું રક્ષણ કરે છે. તેનાથી ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે. ઠંડીમાં જો તમે હળદર વાળું દૂધ પીવાનું રાખશો તો તેનાથી શરદી ઉધરસ થી રાહત મળી જશે.


આદુનો રસ અને મધ


શરીરમાં વધેલા બેક્ટેરિયાને ઓછા કરવા માટે આદુને વાટીને તેનો રસ કાઢી લો. હવે આદુના રસમાં સમાન માત્રામાં મધ મિક્સ કરો. દિવસમાં બે વખત આદુનો રસ અને મધ લેવાથી શરદી ઉધરસ અને કફ જેવી સમસ્યાથી તુરંત રાહત મળે છે.


આ પણ વાંચો: Healthy Food: 8 અઠવાડિયા સુધી કરો આ પ્રકારનું ભોજન, હૃદય રોગનું દુર થઈ જશે જોખમ


તુલસીની ચા


એક કપ પાણીમાં પાંચથી છ પાન તુલસીના ઉમેરી તેને બરાબર ઉકાળો. તેમાં તજ, આદુ તેમજ મરી પાવડર મિક્સ કરો. બધી જ વસ્તુને બરાબર ઉકાળો અને પછી તેને ગાળી અને તેનું સેવન કરો. આ ચા પીવાથી કફ અને ઉધરસ થી તુરંત રાહત મળે છે.


અર્જુનની છાલનો ઉકાળો


ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપતી અર્જુનની છાલને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવાથી શરદી ઉધરસ થી પણ રાહત મળે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અર્જુનની છાલ અને ચપટી તજનો પાવડર ઉમેરી બરાબર ઉકાળી લો. આ મિશ્રણને ગાળીને પીવાથી ઉધરસ તુરંત મટે છે.


આ પણ વાંચો: સફેદ બ્રેડ ખાવાથી અનેકગણું વધે છે કોલન કેન્સર થવાનું જોખમ, સંશોધનમાં થયો ખુલાસો


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)