Health Care: સફેદ બ્રેડ ખાવાથી અનેકગણું વધે છે કોલન કેન્સર થવાનું જોખમ, સંશોધનમાં થયો ખુલાસો
Health Care: આ સંશોધનમાં 1,18,210 લોકો નો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોલોન કેન્સરની ઘટના અને 139 ફૂડ તેમજ ડાયેટ સેવન વચ્ચે સહસબંધને નક્કી કરવા માટે એક પોલીજેનિક રિસ્ક સ્કોરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Trending Photos
Health Care: વધારે પ્રમાણમાં સફેદ બ્રેડ અને દારૂનું સેવન કરવાથી કોલોન કેન્સર થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં થયેલી એક રિસર્ચમાં થયો છે. સાથે જ ફાઇબર મેગ્નેશિયમ અને અન્ય ડાયેટરી કમ્પોનન્ટ્સને ઓછા જોખમ સાથે જોડવામાં આવ્યા છે. આ અગાઉ થયેલા સંશોધનમાં સૂચન કરવામાં આવ્યું હતું કે વધારે પ્રમાણમાં બ્રેડનું સેવન કેન્સરથી મૃત્યુદર અને કોલોન કેન્સરની ઘટનાઓને ઓછી કરે છે જોકે તાજેતરમાં જ થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે સફેદ બ્રેડના સેવન પર ડેટાની ખામી હતી.
ચીનમાં એક યુનિવર્સિટીમાં આ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું છે કે તેમના દ્વારા થયેલા પહેલાના સંશોધનમાં જે નિષ્કર્ષો આવ્યા તેને સત્યાપિત કરવા માટે અને નવા ડાયટરી કંપોનેંટ્સની જાણકારી મેળવવાના લક્ષ્ય રાખવામાં આવ્યા છે જે કોલોન કેન્સરના જોખમ સાથે જોડાયેલા છે. ગત સંશોધનની ખામીને દુર કરવા માટે આ સંશોધન કરવામાં આવ્યું હતું.
શોધકર્તાઓએ યુકે બાયોબેંક ડેટાની તપાસ કરી. જેમાં 1,18,210 લોકો નો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોલોન કેન્સરની ઘટના અને 139 ફૂડ તેમજ ડાયેટ સેવન વચ્ચે સહસબંધને નક્કી કરવા માટે એક પોલીજેનિક રિસ્ક સ્કોરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સંશોધનમાં લખવામાં આવ્યું છે કે ડાયટરી ફાઇબર આતરડાની ગતિશીલતાને ઝડપી બનાવે છે. કોલોનમાં કાર્સિનોજેન્સને પાતળું કરી શકે છે અને આંતરડાના બેક્ટેરિયા દ્વારા ફાયબરને ફેટી એસિડમાં બદલી શકે છે. બધા તંત્ર સુચન કરે છે કે ડાયટરી ફાયબરનું સેવન જોખમ ઓછું કરે છે શકે છે અને કોલોન સ્વાસ્થ્ય સુધારી શકે છે. ડાયટરી ફાયબરનો ઉપયોગ કોલોન કેન્સરની રોકથામ અને ચિકિત્સા સહાયમાં કરી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે