Tulsi For Cough and Cold: દરેક ઘરમાં જે તુલસીની રોજ પૂજા કરવામાં આવે છે તે તુલસી આયુર્વેદની મહત્વપૂર્ણ ઔષધી પણ છે. તુલસી ઔષધીય ગુણનો ભંડાર છે. તુલસી ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે જેટલું મહત્વ ધરાવે છે એટલું જ મહત્વ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં તુલસીનું છે. તુલસી અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં જો વારંવાર શરદી અને ઉધરસ થઈ જતી હોય તો તુલસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Sign Of Cancer: શરીરમાં કેન્સરની ગાંઠ બનતી હોય ત્યારે જોવા મળે આ 6 લક્ષણ


વરસાદી વાતાવરણમાં જો તુલસીની ચા પીવાનું રાખો છો તો શરદી અને ઉધરસથી તુરંત રાહત મળે છે. તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. તુલસીની ચા ઇમ્યુનિટીને મજબૂત કરે છે અને સંક્રમણથી બચાવે છે. જો ચોમાસામાં તમે તુલસીની ચાનુ સેવન કરો છો તો તેનાથી નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે. 


તુલસીની ચા પીવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: Uric Acid: યુરિક એસિડને જડમૂળથી ખતમ કરી નાખશે આ 5 જડીબુટ્ટીઓ, દુખાવો મટશે એકવારમાં જ


1. તુલસી એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે જે શરીરના સોજાને ઘટાડવામાં મદદ કરે છે અને ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. તુલસી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં ફાયદો કરે છે તેનાથી શરીરને સંક્રમણ સામે લડવાની શક્તિ મળે છે.


2. તુલસી એન્ટી બેકટેરિયલ અને એન્ટિવાયરલ ગુણથી ભરપૂર હોય છે તેની ચા પીવાથી ગળામાં થતી સમસ્યા દૂર થાય છે અને કફ પણ બહાર કાઢવામાં મદદ મળે છે. તેનાથી શરદીથી એક જ રાતમાં છુટકારો મળે છે. 


આ પણ વાંચો: Chandipura Virus: માખી, મચ્છર ફેલાવે છે ચાંદીપુરા વાયરસ, જાણો તેના શરુઆતી લક્ષણો


3. તુલસીમાં એવા ગુણ હોય છે જે ચિંતાને પણ ઘટાડે છે. સ્ટ્રેટ અને ચિંતા દૂર કરવી હોય તો તુલસીની ચા પીવી જોઈએ. તેનાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે. 


4. તુલસીની ચા ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. તેનાથી ચોમાસામાં થતા ત્વચાના ઇન્ફેક્શન મટે છે અને વાળ પણ મજબૂત થાય છે. 


આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલાં પગના તળીયામાં 5 મિનિટ કરો માલિશ, પથારીમાં પડ્યાની સાથે આવશે ઊંઘ


5. તુલસીની ચા પીવાથી પાચનતંત્ર સુધરે છે. જેના કારણે ગેસ અને બ્લોટીંગ જેવી સમસ્યાથી રાહત મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)