Uric Acid: યુરિક એસિડને જડમૂળથી ખતમ કરી નાખશે આ 5 જડીબુટ્ટીઓ, દુખાવો મટશે એકવારમાં જ

Uric Acid: જે લોકોને યુરિક એસિડની સમસ્યા હોય તેવો ઔષધીય મસાલાનો ઉપયોગ કરે તો તેનાથી યુરિક એસિડમાં કાયમી રાહત થઈ શકે છે. આજે તમને પાંચ એવી જડીબુટ્ટી વિશે જણાવીએ જેનું સેવન કરવાથી યુરિક એસિડથી કાયમી રાહત મળી શકે છે. 

Uric Acid: યુરિક એસિડને જડમૂળથી ખતમ કરી નાખશે આ 5 જડીબુટ્ટીઓ, દુખાવો મટશે એકવારમાં જ

Uric Acid: શરીરમાં યુરિક એસિડ વધી જાય તો તે ઇમ્યુનિટીને પણ અસર કરે છે. તેના કારણે ઇમ્યુનિટી નબળી પડી જાય છે અને ઘણી બધી બીમારીઓ પણ શરીરને ઘેરી વડે છે. શરીરમાં યુરિક એસિડ બની જાય તો તે ક્રિસ્ટલ માં બદલીને આંગળીઓના સાંધામાં જામી જાય છે જેના કારણે અસહ્ય દુખાવો રહે છે. 

યુરિક એસિડના ઘટાડવા માટે મોટાભાગે લોકો દવાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જ્યાં સુધી દવા ખાવામાં આવે ત્યાં સુધી જ તેની અસર રહે છે. જે લોકોને યુરિક એસિડની સમસ્યા હોય તેવો ઔષધીય મસાલાનો ઉપયોગ કરે તો તેનાથી યુરિક એસિડમાં કાયમી રાહત થઈ શકે છે. આજે તમને પાંચ એવી જડીબુટ્ટી વિશે જણાવીએ જેનું સેવન કરવાથી યુરિક એસિડથી કાયમી રાહત મળી શકે છે. તેનું સેવન કરવાની શરૂઆત કરશો એટલે દુખાવાથી તો રાહત મળવા જ લાગશે.

પુનર્નવા કાઢો

પુનર્નવા કાઢો ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જ્યારે યુરિક એસિડ વધી જાય છે તો સાંધામાં સોજા આવી જાય છે. પુનર્નવા કાઢો શરીરમાં એકત્ર થતા વેસ્ટ પ્રોડક્ટને પેશાબ વાટે બહાર કાઢે છે. તેને નિયમિત પીવાથી સાંધાના દુખાવા મટી જાય છે. 

ગુગળ

ગુગળ અલગ અલગ પ્રકારના હોય છે. તેનાથી અનેક દવાઓ બને છે. આયુર્વેદમાં તેને પેઈનકિલર પણ કહેવાય છે. તેનાથી સાંધાના દુખાવા, સોજા મટે છે. તે યુરિક એસિડને પણ કંટ્રોલ કરે છે. 

ગુડુચી

વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરવામાં ગુડુચી ફાયદો કરે છે. તેનાથી શરીરમા પિત્ત ઘટે છે. તે પિત્ત દોષની સાથે વાત દોષને પણ બેલેન્સ કરે છે. તેનાથી યુરિક એસિડ ઘટાડવામાં પણ મદદ મળે છે. 

મુસ્તા જડી બુટી

યુરિક એસિડને કંટ્રોલ કરવામાં આ અસરદાર જડીબુટી છે. તેના માટે મુસ્તાનો પાવડર લઈ રાત પાણીમાં પલાળી દેવો. સવારે આ પાણીને ગાળીને પી લેવું. 

શુંઠી અને હળદર

બંને વસ્તુઓને સમાન માત્રામાં પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને દુખાવો હોય તે જગ્યા પર લગાવવી. નિયમિત ઉપયોગથી દુખાવો ઘટવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news