Turmeric Milk Side Effect: ઘરમાં જ્યારે કોઈને શરદી ઉધરસ થાય કે પડવા વાગવાથી ઈજા થાય તો તુરંત જ ગરમાગરમ હળદર વાળું દૂધ પીવડાવવામાં આવે છે. હળદર વાળું દૂધ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે ઇમ્યુનિટી સુધારે છે. ઈજા થઈ હોય ત્યારે હળદર વાળું દૂધ ઔષધિત સમાન કામ કરે છે. હળદરવાળા દૂધમાં એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરમાં દુખાવો અને સોજો ઓછો કરે છે. જોકે અનેક ગુણથી ભરપૂર હળદરવાળું દૂધ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પીવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરીરની ગરમી વધારે છે હળદર વાળું દૂધ


આ પણ વાંચો:


Health Tips: બાફેલા ચણાનું પાણી પીશો તો શરીર રહેશે નિરોગી, ફેંકવાની નહીં કરો ભુલ


સફરજનના આ 2 તત્વ તબિયત કરી શકે છે ખરાબ, જાણો એક દિવસમાં કેટલા સફરજન ખાવા સેફ


24 કલાકમાં વધશે ડેંગ્યુમાં ઘટેલા પ્લેટલેટ્સ કાઉન્ટ, આ રીતે કરો પપૈયાના પાનનો ઉપયોગ


જો તમને પેટની ગરમીની સમસ્યા હોય તો હળદર વાળું દૂધ પીવાનું ટાળવું. કારણકે હળદર વાળું દૂધ એક ગરમ એન્ટીઓક્સિડન્ટ છે જે પેટને વધારે ગરમ કરી અને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં હળદર વાળું દૂધ પીવાથી મોઢામાં છાલા, શરીર પર ફોડલી અને સ્કીનની સમસ્યા પણ થઈ શકે છે. 


લીવર અને પેટની બીમારીમાં નુકસાનકારક


હળદર વાળું દૂધ શરીરમાં ગરમી વધારે છે જેના કારણે શરીરનું પીએચ બેલેન્સ પણ ખરાબ થઈ શકે છે. જે લોકોને પેટ સંબંધિત બીમારી હોય અથવા તો લીવર સંબંધિત સમસ્યા હોય તેમણે હળદર વાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી સમસ્યા વધી શકે છે.


ગોલબ્લેડરની તકલીફમાં 


જે લોકોને ગોલબ્લેડર સંબંધિત સમસ્યા હોય અથવા તો ગોલબ્લેડર ન હોય તેવા લોકોએ પણ હળદર વાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. ગોલબ્લેડર સંબંધિત સમસ્યા હોય તે લોકો હળદર વાળું દૂધ પીવે તો તેમની તબિયત વધારે બગડી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)