Papaya leaves: 24 કલાકની અંદર વધી જશે ડેંગ્યુમાં ઘટેલા પ્લેટલેટ્સ કાઉન્ટ, આ રીતે ઉપયોગમાં લેવા પપૈયાના પાન

Papaya leaves: આયુર્વેદમાં પપૈયાના પાનને ગુણકારી કહ્યા છે. પપૈયાના પાનનો રસ ડેંગ્યુના દર્દી માટે અમૃત સમાન સાબિત થાય છે. પપૈયાના પાનનો રસ પીવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ ઝડપથી વધે છે. સાથે જ ડેંગ્યુના લક્ષણોને દુર કરવામાં અને રક્ત શુદ્ધ કરવામાં પણ આ પાન મદદ કરે છે.

Papaya leaves: 24 કલાકની અંદર વધી જશે ડેંગ્યુમાં ઘટેલા પ્લેટલેટ્સ કાઉન્ટ, આ રીતે ઉપયોગમાં લેવા પપૈયાના પાન

Papaya leaves: દર વર્ષે વરસાદી વાતાવરણમાં ડેંગ્યુના કેસમાં ઉછાળો આવે છે. વરસાદી વાતાવરણમાં ઝડપથી વધતા એડિસ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થઈ જાય છે. આ તાવ જીવલેણ પણ સાબિત થઈ શકે છે કારણ કે તેમાં શરીરના પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે. ઘણી વખત પ્લેટલેટ્સ એટલા ઓછા થઈ જાય છે કે વ્યક્તિ ગંભીર અવસ્થામાં પહોંચી જાય છે. કરતા પ્લેટલેટ કાઉન્ટ ને તમે પપૈયા ની મદદથી વધારી શકો છો.

પપૈયું એવું ફળ છે જે ડેંગ્યુના દર્દી માટે ફાયદાકારક સાબિત થાય છે. ડેંગ્યુના દર્દીના ઘટતા પ્લેટલેટ કાઉન્ટને પપૈયુ અને પપૈયાના પાન ઝડપથી વધારવાનું કામ કરે છે. આયુર્વેદમાં પણ પપૈયાના પાનનો રસ પીવાથી થતા ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદ અનુસાર પપૈયાના પાનનો રસ પીવાથી પ્લેટને કાઉન્ટ ઝડપથી વધે છે. તો ચાલો તમને જણાવીએ કે પપૈયાના પાનનો રસ કેવી રીતે બનાવવો અને તેનાથી કયા ફાયદા થાય છે.

આ પણ વાંચો:

કેવી રીતે બનાવવો પપૈયાના પાનનો રસ?

સૌથી પહેલા પાંચ થી છ પપૈયાના પાન લઇ તેને બરાબર સાફ કરી લો. હવે એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળવા મૂકો અને તેમાં પપૈયાના પાન ઉમેરી દો. પાણીને થોડીવાર ઉકળવા દો. જ્યારે એક ગ્લાસમાંથી અડધા ક્લાસ જેટલું પાણી બચે ત્યારે ગેસને બંધ કરો અને તેને ગાળી લો. આ પાણી હૂંફાળું ગરમ હોય ત્યારે જ  દર્દીને આપી દેવું. 

પપૈયાના પાનનો રસ ઝડપથી અસર કરે છે. એક રિસર્ચ અનુસાર પપૈયાના પાનનું સેવન કરવાથી 24 કલાકથી પણ ઓછા સમયમાં પ્લેટલેટ કાઉન્ટમાં ઝડપથી વધારો થઈ શકે છે. પપૈયાના પાન ઇમ્યુનિટી બુસ્ટર પણ છે. તેનું સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. સાથે જ નબળી પડેલી પાચન ક્રિયા પણ સુધરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news