નવી દિલ્હીઃ આજના સમયમાં હૃદયની બીમારીઓનું જોખમ વધી ગયું છે. માણસના શરીરમાં જ્યારે પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન હૃદય સુધી પહોંચતા નથી ત્યારે હર્દયના અનેક રોગ થતાં હોય છે. ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો હૃદય સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેના લક્ષણો શરીરના અન્ય ભાગોમાં દેખાવા લાગે છે. ચાલો જાણીએ કે શરીરના કયા ભાગોમાં હૃદય સંબંધિત બીમારીઓના લક્ષણો જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપચાની તકલીફ
મુખ્ય સંકેતોમાં સૌથી પહેલા અપચો છે. લોકો ઘણીવાર બેચેનીને અપચા સાથે જોડે છે અને તેના પર વધારે ધ્યાન નથી આપતા. જો તમે છાતી અને પેટમાં બળતરા થાય છે અને અસ્વસ્થતા અનુભવો છો, તો તે હૃદય સંબંધિત રોગની નિશાની છે. કેટલીક વખત પેટ સંબંધિત બીમારીઓના કારણે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો આ સમસ્યા ઘણા દિવસો સુધી ચાલે છે, તો તમારે ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. 


આ પણ વાંચોઃ જો તમે ચીપ્સ, બિસ્કિટ, નમકીન ખાતા હોવ તો સાવધાન!, સ્વાસ્થ્ય માટે છે અત્યંત જોખમી


છાતીની ચારેય બાજુ જકડાવવું
છાતીની આસપાસ ભારે ભારે લાગવું અથવા જકડન અનુભવાય તો તે હૃદય સંબંધિત રોગની નિશાની હોઈ શકે છે. આ બધા હાર્ટ એટેકના પ્રારંભિક સંકેતો છે.  જો તમારી છાતીમાં દુખાવો વધી ગયો છે અને અસહ્ય બની ગયો છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. 


જડબા અને ગળાના આસપાસ દુખાવો થવો
જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે ના માત્ર છાતીમાં દુખાવો થાય છે પણ તેના કારણે શરીરના અન્ય ભાગોને પણ અસર પડે છે. જો તમને કોઈ કારણ વગર જડબા અથવા ગળની આસપાસ દુખાવો થાય છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 


ઉબકા આવવા અને પેટનું ફૂલવું
આ સમસ્યા મોટા ભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ ખૂબ જ બેચેની અનુભવે છે અને છાતીમાં દુખાવો થાય તે પહેલાં, વ્યક્તિને વારંવાર લાગે છે કે તેને ઉલટી થવાની છે. પેટનું ફૂલવું અને ઉબકા આવવાની સમસ્યા ઘણી વખત સામાન્ય માનવામાં આવે છે. પરંતુ તે મહત્વનું છે કે આ નિશાનીઓને અવગણો નહીં. 


આ પણ વાંચોઃ અનેક બીમારીઓનો ઈલાજ બની શકે છે સવારની વાસી લાળ! ઘરડાઓ કઈ ખોટું નથી કહીં ગયા...


વધારે થાક લાગવો
જો તમને હ્રદય સંબંધિત તકલીફ હશે તો આ સમય દરમિયાન શરીરના કેટલાક ભાગોમાં પૂરતા પ્રમાણમાં લોહીનો પ્રવાહ નથી થતો જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને થાક લાગે છે. 


ઘૂંટણમાં દુખાવો
પગમાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ એ હૃદયની તકલીફની નિશાની છે. જો કે, પગની નસોમાં બ્લોકેજના કારણે પગની ઘૂંટીમાં સોજો પણ દેખાય છે. હૃદય ફેલના લાસ્ટ સ્ટેજમાં પેટ અને આંખોની આસપાસ સોજો દેખાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube