Vitamin B12 Foods: વિટામિન B-12 એક એવું વિટામિન છે, જેની કમી થવાથી જ તમારું શરીર ગંભીર રોગોનો ભોગ બની શકે છે. B-12ની કમી થવાથી ન્યુરો પ્રોબ્લેમ એટલે કે મગજની બીમારીઓ થઈ શકે છે. આ તત્વની કમથી શરીરમાં લોહીની કમી પણ થઈ શકે છે. વિટામિન B-12ની કમથી આયર્નનું અબ્સોર્પશન પણ ઓછુ થાય છે. થાકની સાથે નબળાઈ, સ્નાયુઓમાં દુખાવો, હાડકામાં દુખાવો, વાળ ખરવા અને સ્કિનનો રંગ પીળો પડી શકે છે. વિટામિન B-12ની કમી દૂર કરવા માટે તમે શાકાહારી ખાદ્ય વસ્તુઓનો પણ સમાવેશ કરી શકો છો. અમે તમને એવા 5 ગ્રીન ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જે વિટામિન B-12 રિચ ફૂડ્સ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 5 લીલા વિટામિન B-12 રિચ ફૂડ્સ
1. પાલક

પાલક ખાવાથી શરીરમાં આયર્નની કમી દૂર થાય છે. પાલકમાં આયર્ન, વિટામિન A, C અને K હોય છે. આ લીલા પાંદડાવાળી શાકભાજી ફોલેટનો સ્ત્રોત પણ છે અને તેમાં પોટેશિયમ પણ હોય છે. જો તેનું દરરોજ 21 દિવસ સુધી સેવન કરવામાં આવે તો વિટામિન B-12ની કમી દૂર થઈ શકે છે.


 


આ 3 વસ્તુઓ સાથે ભૂલથી પણ ન કરો મધનું સેવન, નહીં તો બની શકે છે ઝેર


2. બ્રોકોલી
આ લીલા શાકભાજી વિટામિન B-12નો સ્ત્રોત છે. તેમાં પણ આયર્ન અને વિટામિન હોય છે. બ્રોકોલી ખાવાથી થોડા દિવસોમાં વિટામિન B-12ની કમી દૂર કરી શકાય છે.


3. એવોકાડો
એવોકાડો ખાવાથી શરીરને વિટામિન B-12 પણ મળે છે. એવોકાડો ફાઈબરથી ભરપૂર હોય છે. નાસ્તામાં એવોકાડો ખાઈ શકાય છે, તેના રોજિંદા સેવનથી વિટામિન B-12ની કમી અને પેટની સમસ્યાઓ દૂર થઈ શકે છે. એવોકાડો આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.


4. મગની દાળ
વિટામિન B-12ની કમીને દૂર કરવા માટે તમે તમારા ડાઈટમાં મગની દાળનો સમાવેશ કરી શકો છો. અંકુરિત મગની દાળનું સતત 21 દિવસ સુધી સેવન કરવાથી શરીરમાં વિટામિન B-12ની કમીને દૂર કરવામાં મદદ મળશે. જો તમે વિટામિન B-12ની કમીને તાત્કાલિક દૂર કરવા માંગો છો, તો તમે અડદની દાળ ખાઈ શકો છો.


આ લોકોએ ભૂલથી પણ ન ખાવો જોઈએ પયૈયું... નહીં તો ચૂકવણી કરવી પડી શકે છે ભારે કિંમત!


5. સરસોંનું શાક
સરસોં કા સાગ પણ વિટામિન B-12નો ઉત્તમ સ્ત્રોત છે. શિયાળાની ઋતુમાં સરસોંનું શાક અને મકાઈની રોટલી ખાવાનો શ્રેષ્ઠ સમય છે. આવી સ્થિતિમાં જો તમે આ વિટામિનની કમીથી પરેશાન છો, તો તમારા રોજિંદા આહારમાં સરસોંનો સમાવેશ કરો.


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.