Vitamin D Deficiency: મૂડ સ્વિંગ અને હાડકામાં દુખાવો આમ તો અલગ અલગ સમસ્યા છે પરંતુ આ બંને સમસ્યા એકબીજા સાથે આડકતરી રીતે જોડાયેલી પણ છે. જો વારંવાર થતા હોય અને હાડકામાં દુખાવો રહેતો હોય તો તે વિટામિન ડી ની ઉણપનો સંકેત પણ હોય છે. શરીરમાં વિટામિન ડી ખૂબ જ જરૂરી પોષક તત્વો છે જ્યારે વિટામિન ડી ની શરીરમાં ઉણપ સર્જાય છે તો હાડકાના સ્વાસ્થ્ય અને અસર થાય છે અને સાથે જ મૂડ સ્વિંગ પણ થવા લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરીરને વિટામિન ડી સૂર્યપ્રકાશથી મળે છે જ્યારે આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે તો વિટામિન ડીનું ઉત્પાદન કરે છે પરંતુ આજના સમયમાં દોડધામના કારણે લોકોને એવો સમય હોતો નથી કે તેઓ સવારના તડકામાં બેસી શકે. જેના કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાય છે. વિટામીન ડીની ઉણપને દૂર કરવા માટે ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ પણ કરી શકાય છે.


વિટામીન ડીથી ભરપૂર ફૂડ


આ પણ વાંચો:


વધારે વજનથી લઈ પાચન સંબંધિત સમસ્યાને દુર કરે છે રસોડાની આ વસ્તુ, 10 મિનિટમાં થશે અસર


Health Tips: ઈંડા અને ચિકન કરતાં વધારે પ્રોટીન હોય છે આ કઠોળમાં, જાણો તેના લાભ વિશે


હાર્ટ ફેઈલ થતા પહેલા શરીરમાં અનુભવાય છે આ 7 સમસ્યા, સમયસર સમજી લેવાથી બચી શકે છે જીવ


સાલમન ફિશ
ટુના ફિશ
મકાઈનું તેલ
ઈંડા
દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ
સોયા પ્રોડક્ટ
ટમેટા


વિટામીન ડીની ઉણપને દૂર કરવાની જરૂરી ટીપ્સ


- શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો તેને દૂર કરવા માટે રોજ દિવસમાં 15 થી 30 મિનિટ સુધી તડકામાં રહેવું.


- જો તમે આહારમાં વિટામિન ડીથી ભરપુર ફૂડનો સમાવેશ કરો છો તો તેનાથી પણ આ ઉણપને દૂર કરી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)