Walk After Meal: ઘરના વડીલો પાસેથી ઘણી વખત સાંભળવા મળે છે કે જમ્યા પછી તુરંત જ સૂવું જોઈએ નહીં. પરંતુ આ નિયમનું પાલન મોટાભાગે કોઈ કરતું નથી અને પરિણામે શરીરમાં ગંભીર બીમારીઓ નાની ઉંમરમાં જ ઘર કરી જાય છે. પરંતુ જો તમે જમ્યા પછી તુરંત જ સુઈ જવાને બદલે પાંચથી દસ મિનિટ વોક કરવાનું રાખો છો તો તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને સાથે જ નાની ઉંમરમાં થતી પાંચ ગંભીર બીમારીઓથી પણ છુટકારો મળી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્યા પછી વોક કરવું ખૂબ જ જરૂરી હોય છે. વોક કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે સાથે જ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થુળતા જેવી સમસ્યાઓ સતાવતી નથી. જમ્યા પછી 30 મિનિટ સુધી વોક કરી શકાય છે પરંતુ જો તમારી પાસે એટલો સમય ના હોય તો તમે પાંચથી દસ મિનિટ પણ વોક કરી શકો છો. જો તમે ફક્ત 10 મિનિટ પણ રોજ વોક કરો છો તો તેનાથી આ પાંચ સમસ્યાઓ દૂર થાય છે.


આ પણ વાંચો:


લગ્નની પહેલી રાત્રે શા માટે પીવામાં આવે છે કેસરવાળું દૂધ ? આ છે તેનું સાચું કારણ


દવાથી પણ મટતી ન હોય ઉધરસ તો રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ કરો, તુરંત દિવસમાં દેખાશે અસર


પેટના દુખાવાનો રામબાણ ઈલાજ છે આ મસાલો, 10 મિનિટમાં દુખાવો કરશે દુર


બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં


જમ્યા પછી વોક કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ખાસ કરીને જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો ભોજન કર્યા પછી વોક જરૂરથી કરો. નિયમિત રીતે વોક કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.


હાર્ટની હેલ્થ રહે છે સારી


યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થયાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં જરૂરી છે કે હાર્ટની હેલ્થ ઉપર નાની ઉંમરથી જ ધ્યાન આપવામાં આવે. જો હાર્ટની હેલ્ધી રાખવું હોય તો જરૂરી છે કે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે થતું હોય. આ કામ જમ્યા પછી વોક કરવાથી સરળતાથી થાય છે. જમ્યા પછી વોક કરી લેવાથી બેડ કોલેસ્ટ્રોલ વધતું અટકે છે અને હાર્ટની હેલ્થ સારી રહે છે.


સારી ઊંઘ


ઘણા લોકોને મોડી રાત સુધી ઊંઘ આવતી નથી. જો તમે જમ્યા પછી થોડી મિનિટ માટે વોક કરો છો તો પછી સારી અને ગાઢ ઊંઘ ઝડપથી આવશે. જમ્યા પછી વોક કરવાથી શરીરમાં એવા હોર્મોન્સ રિલીઝ થાય છે સ્ટ્રેસ લેવલને ઘટાડે છે અને ઊંઘ લાવવામાં મદદ કરે છે. 


મેન્ટલ હેલ્થ સુધરે છે


જમ્યા પછી વોક કરવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે મેન્ટલ હેલ્થને સુધારે છે. તેનાથી મૂડ સુધરે છે અને સ્ટ્રેસ લેવલ પણ ઓછું રહે છે.


પાચનતંત્ર સુધરે છે


મોટાભાગના લોકો જમ્યા પછી તુરંત જ આડા પડી જાય છે જેના કારણે ભોજનનું પાચન સારી રીતે થતું નથી અને કબજિયાત, એસિડિટી અને ગેસ જેવી તકલીફ થાય છે. તેથી જરૂરી છે કે તમે જમ્યા પછી વોક કરો. વોક કરી લેવાથી પાચન તંત્ર સારી રીતે કામ કરે છે


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)