Oral Health : દાંત અને પેઢાને રાખવા હોય સ્વસ્થ તો આટલા દિવસ પછી બદલી જ દેવું ટુથ બ્રશ
Toothbrush Expiry: ટુથ બ્રશ પણ કેટલાક દિવસના ઉપયોગ પછી બદલવું જરૂરી છે. જો તમે બ્રશના રેસા ઘસાઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરતા હોય તો તેનાથી તમારા દાંત અને પેઢાનું સ્વાસ્થ્ય જોખમાય છે. તેથી એ જાણવું જરૂરી છે કે બ્રશને કેટલા દિવસના ઉપયોગ પછી બદલી દેવું જોઈએ.
Toothbrush Expiry: દાંત અને પેઢા સ્વસ્થ રહે તે માટે રોજ બે વખત બ્રશ કરવું જોઈએ. દિવસમાં બે વખત બ્રશ કરવામાં ન આવે તો મોઢામાં બેક્ટેરિયા વધે છે અને તેનાથી દાંતની મજબૂતીને અસર થાય છે. સામાન્ય રીતે લોકો દાંતની સફાઈ સારી રીતે થાય તે માટે અલગ અલગ પ્રકારના બ્રશ ખરીદતા હોય છે. પરંતુ જે બ્રશ ઉપયોગ દાંતની સફાઈ કરવા માટે થાય છે તેની પણ એક્સપાયરી ડેટ હોય છે. એટલે કે ટુથ બ્રશ પણ કેટલાક દિવસના ઉપયોગ પછી બદલવું જરૂરી છે. જો તમે બ્રશના રેસા ઘસાઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરતા હોય તો તેનાથી તમારા દાંત અને પેઢાનું સ્વાસ્થ્ય જોખમાય છે. તેથી એ જાણવું જરૂરી છે કે બ્રશને કેટલા દિવસના ઉપયોગ પછી બદલી દેવું જોઈએ.
આ પણ વાંચો:
Health Tips: રોજ સવારે આ રીતે દૂધીનો રસ પીવાથી ઝડપથી ઘટે છે વજન અને સુધરે છે પાચન
Green Tea: બનાવતી વખતે ન કરો આ ભુલ, કરશો તો ફાયદાને બદલે થશે નુકસાન
ફ્રીઝમાં રાખેલા લોટની રોટલી કે ભાખરી તમે પણ ખાતા હોય તો વાંચો તેનાથી થતા નુકસાન વિશે
ડેન્ટલ એક્સપર્ટના જણાવ્યા અનુસાર સારામાં સારી બ્રાંડના બ્રશનો ઉપયોગ પણ તમે કરતાં હોય તો પણ 3 મહિનામાં તેને બદલી જ દેવું જોઈએ. ત્રણ મહિના પછી કોઈપણ બ્રશ હોય તો તેના રેસા ખરાબ થવા લાગે છે અને કડક થઈ જાય છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરવાથી દાંત સાફ થવાને બદલે દાંતને નુકસાન થવા લાગે છે.
આ સિવાય જો તમને શરદી, ઉધરસ અથવા તો માઉથ ફંગસ જેવી બીમારી થઈ હોય તો પણ તુરંત જ બ્રશ બદલી દેવું જોઈએ. કારણ કે બીમારીનું કારણ બનેલા બેક્ટેરિયા બ્રશમાં ચોટેલા રહે છે જો તમે સ્વસ્થ થયા પછી બ્રશ બદલતા નથી તો બેક્ટેરિયા ફરીથી તમને બીમાર કરી શકે છે.
ઓરલ હેલ્થની વાત કરીએ તો પરિવારના બધા જ લોકોના બ્રશ એક જગ્યાએ ક્યારેય ન રાખવા. મોટાભાગના લોકો આ ભૂલ કરે છે. પરંતુ બધા જ બ્રશ એક સાથે રાખવાથી બીમારીઓ ઝડપથી ફેલાય છે.
બ્રશ બદલવાની જરૂર છે તે વાત તમે સરળતાથી જાણી પણ શકો છો. જેમકે બ્રશના રેસા તૂટવા લાગે તો સમજી લેવું કે તે ખરાબ થઈ રહ્યા છે. આ સિવાય રેશાની નીચેના ભાગમાં જો સફેદ પરત જમવા લાગે તો તેનો અર્થ છે કે બ્રશ ખરાબ થઈ રહ્યું છે અને તેને બદલી દેવું જરૂરી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)