Ways To Avoid Weight Gain: 40 ની ઉંમર પછી તમારું વધી ગયું છે વજન? અપનાવો આ ટિપ્સ, જરૂરથી થશે ફાયદો
Ways To Avoid Weight Gain: વજન ઓછું કરવા માટે તમામ પ્રકારના ઉપાયગ કરીને થાકી ગયા છો તો તમારે તમારી ડાયટમાં થોડા ફેરફાર કરવાની જરૂર છે, જેના દ્વારા જરરૂથી તમને ફાયદો થશે.
નવી દિલ્હી: બદલાતી લાઇફસ્ટાઈલમાં વજન ઓછું કરવું સૌથી મોટો પડકાર બની ગયો છે. ઉંમરની સાથે વજન વધવું હવે સમાન્ય થઈ ગયું છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે, મેટાબોલિઝ્મ સ્લો થવા લાગે છે. આવી સ્થિતિમાં વજન કંટ્રોલ કેવી રીતે કરી શકાય? આ મોટો સવાલ છે. બધા જાણે છે કે બોડીને ફિટ રાખવા માટે સારા ડાયટને ફોલો કરવું પડે છે. તો ચાલો જાણીએ કે વધતી ઉંમર સાથે વજન કંટ્રોલ કરવામાં કયા ઉપાય મદદ કરી શકે છે.
ડાયટમાં શામેલ કરો માછલી
સૌથી પહેલા તમારી ડાયટમાં તમારે એવા ફૂડ્સ સામેલ કરવા પડશે, જેના કારણે તમારું મેટાબોલિઝ્મ વધે. આ માટે તમે ગ્રીન ટી પી શકો છો. આ સાથે માછલીને પણ તમારા ડાયટમાં સામેલ કરો. જેના કારણે તમારું વજન ઓછું થશે.
વધારે પાણી પીવો
જો તમે ભોજન કરતા પહેલા પાણી પીશો તો તમને ભૂખ ઓછી લાગશે, જેના કારણે તમે ઓછું જમશો. જેનાથી સ્પષ્ટ છે કે જો તમે ઓછું ખાશો તો તમારું વજન ઓછું થઈ શકે છે.
યોગ્ય પ્રમાણમાં ઉંઘ લો
ઉંઘ ઓછી લેવાથી પણ વજન વધી શકે છે. જો તમે યોગ્ય પ્રમાણમાં ઉંઘ લો છો તો તેનાથી તમારું વજન વધશે નહીં. આ સાથે જ નાસ્તામાં વિટામિન અને ફાયબરથી ભરપૂર ફૂડ્સનું સેવન કરો.
રહો એક્ટિવ
આળસું બનવાને કારણે તમે ઘણી બીમારીઓને દાવત આપી રહ્યો છો. તેમાં વજન વધાવાની સંભાવના પણ સામેલ છે. જો તમે એક્ટિવ રહેશો તો આ પ્રકારની મુશ્કેલીથી દૂર રહી શકો છો. શરીરમાં ફેટ જમા થવાના જોખમને ઓછું કરવા માટે અઠવાડીયામાં ઓછામાં ઓછા 3 વખત એક્સરસાઈઝ જરૂર કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારી પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube