Weight Loss: વધારે પડતા વજનથી કંટાળી ગયા છો? આ 5 ડ્રિંક્સના સેવનથી ફટાફટ થઈ જશે વેઈટ લોસ
Weight Loss Drinks: વજન ઘટાડવું કેટલાક લોકો માટે ખૂબ મુશ્કેલ સાબિત થાય છે. લાખો વખત પ્રયાસ કરવા છતાં લોકોનું વજન ઘટતું નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સવારે ખાલી પેટ પીવાથી તમને વજન ઘટાડવામાં ઘણી મદદ મળશે.
Weight Loss Drinks: વજન ઘટાડવું એ ઘણા લોકો માટે ખૂબ જ મુશ્કેલ હોય છે, વજન ઘટાડવાની જર્નીમાં સૌથી મહત્વપૂર્ણ છે કે તમે હેલ્થી ડાયેટ અને એક્સરસાઈઝ દ્વારા તમારું વજન જાળવી રાખો. જો કે વજન ઘટાડવા માટે કોઈ શોર્ટકટ નથી, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે તમને વજન ઘટાડવાની જર્નીમાં મદદ કરે છે. આજે અમે તમને એવા જ કેટલાક ડ્રિંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન તમારે દરરોજ સવારે ખાલી પેટ કરવું જોઈએ. આ ડ્રિંક પીવાથી તમને વજન ઘટાડવામાં ઘણી મદદ મળશે.
વેટ લોસ માટે ફાયદાકારક છે આ ડ્રિંક્સ:
હર્બલ ડિટોક્સ ટી-
દરરોજ સવારે ઉઠ્યા પછી ખાલી પેટ હર્બલ ડિટોક્સ ટીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. તે તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. તમે આદુ, કાળા મરી અથવા ફુદીનામાંથી બનેલી હર્બલ ટી લઈ શકો છો.
હળદરનું પાણી-
હળદરમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણો હોય છે, જે શરીરની સુજન ઘટાડવાની સાથે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. હૂંફાળા પાણીમાં હળદર, મધ અને લીંબુ ભેળવીને રોજ સવારે પીવો. હળદર પાચનમાં મદદ કરે છે, મેટાબોલીઝમને બુસ્ટ કરે છે અને પેટનું ફૂલવું ઘટાડે છે.
ઘી અને ગરમ પાણી-
આયુર્વેદમાં ઘીના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. વજન ઘટાડવા માટે પણ ઘી ખૂબ જ સારું માનવામાં આવે છે. ઘીમાં હેલ્ધી ફેટ હોય છે. જ્યારે ગરમ પાણીમાં ભેળવવામાં આવે છે, ત્યારે તે પાચન અને ચયાપચયને વધારવામાં ઘણી મદદ કરે છે. પાણીમાં ઘી ભેળવીને પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે તમારી કેલરીનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય છે. ઘીમાંથી વિટામિન અને મિનરલ્સ પણ મળે છે.
એપલ સાઇડર વિનેગર-
એપલ સાઇડર વિનેગર વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હૂંફાળા પાણીમાં એપલ સાઇડર વિનેગર, મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પેટ ફૂલવાની સમસ્યા દૂર થાય છે. એપલ સીડર વિનેગર ચરબી તોડવાનું કામ કરે છે. આ સાથે, તે બ્લડ સુગર લેવલ અને ખાંડવાળી વસ્તુઓની ક્રેવીંગને પણ ઘટાડે છે.
લીંબુ પાણી-
દિવસની શરૂઆત કરવા માટે લીંબુ પાણી ખૂબ જ સારું માનવામાં આવે છે. લીંબુમાં વિટામિન સી મળી આવે છે જે તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે. સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરના તમામ ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. તેમાં પેક્ટીન ફાઈબર પણ જોવા મળે છે, જે તમારી ભૂખને નિયંત્રિત કરવાનું કામ કરે છે.