Weight Loss: આજકાલ વજન વધવાની સમસ્યા ખુબ સતાવતી હોય છે. આ માટે લોકો ભાત ભાતના વેઈટ લોસ પ્રોગ્રામ પણ અપનાવતા હોય છે. નિયમિત રીતે કસરત કરે છે. વજન ઓછું કરવા માટે આ બે રીત તો કામ કરે છે અને જરૂરી પણ હોય છે. પરંતુ કેટલાક નિયમો એવા પણ હોય છે જેનો તમે ખ્યાલ રાખો તો વજન સારી રીતે ઓછું કરી શકાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે લોકો પાસે કસરત કરવા માટે સમય હોતો નથી તો આવા લોકો નીચે જણાવવામાં આવેલા કેટલાક વેઈટ લોસ ટિપ્સ અને રૂલ્સ ફોલો કરીને પણ સારું પરિણામ મેળવી શકે છે. આ માટે તમારે ક્યાંય ઘરની બહાર જવાનું નથી, પરંતુ ઘરમાં રહીને જ આ નિયમોને કેટલાક મહિના માટે ફોલો કરવાના છે. પછી જુઓ તમારું વજન અને ચરબી કેટલા ફટાફટ ઓછા થવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઓછું કરવા માટેના 5 સરળ નિયમ


1. કાળા મરીને ડાયેટમાં સામેલ કરો
શું તમને ખબર છે કે કાળા મરી ખાવાથી વજન ઘટે છે? જી હા કાળા મરીમાં રહેલા પાઈપરિન તત્વ શરીરમાં ફેટી સેલ્સને બનવા દેતા નથી. આ સાથે જ મરીના સેવનથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. 


2. ડિનર પહેલા સૂપ
કોશિશ કરો કે રાતના ભોજન પહેલા ઘરમાં બનેલો વેજિટેબલ સૂપ, ટોમેટો સૂપ કે કોઈ પણ સૂપ જરૂરી પીવો. સૂપમાં કેલેરી ઓછી હોય છે. વેજિટેબલ સૂપ પીધા બાદ તમે વધુ ભોજન કરી શકશો નહીં. તેનાથી શરીરમાં વધુ કેલેરી જતી નથી. 


3. ભોજન પહેલા પાણી પીવો
કેટલાક લોકો ખાતા ખાતા પાણી પીવે છે અથવા તો પછી ખાધા બાદ તરત બે થી ત્રણ ગ્લાસ પાણી પી જાય છે. આવું બિલકુલ ન કરો. ભોજન કર્યાના 30 મિનિટ પહેલા પાણી પીવો. તેનાથી વજન ઓછું કરી શકશો. પાણી પીવાથી પેટ ભરેલું રહે છે અને તમે ઓછું ખાઓ છો. પાણી પીવાથી પાચનશક્તિ પણ સારી રહે છે. 


4. ગેપ રાખીને ખાઓ, ઓછું ખાઓ
એક જ ઝાટકે ભરપેટ ખાવાનું ન ખાઓ. તમે મીલ ટાઈમને 6 વખતમાં વહેંચી લો અને ધીરે ધીરે ઓછું ખાઓ. કોશિશ કરો કે  તમારી  થાળી નાની હોય. તેનાથી તમે વધુ ભોજન લઈ શકશો નહીં અને વજન પણ કાબૂમાં રહેશે. 


5. સલાડ ખાવું જરૂરી
ઘરમાં સલાડને લંચ અને ડિનર બંનેમાં સામેલ કરો. બહાર જાઓ તો પણ સલાડ વધુ ખાઓ. બહારનું ભોજન વધુ  તેલવાળુ અને મસાલેદાર હોય છે. તો સલાડ વધુ ખાઓ. સલાડમાં ટામેટા, કાકડી, ડુંગળી, લીંબુ વગેરે ચીજો સામેલ હોય છે. જે લો ફેટ અને લો કેલેરીવાળી હોય છે. તે વજન વધવા દેતું નથી. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube