નવી દિલ્હીઃ સામાન્ય રીતે આપણે બધા ગોલ્ડન અથવા બ્રાઉન ઘઉંની રોટલી ખાઈએ છીએ પરંતુ હવે કાળા ઘઉંની પણ ખેતી કરવામાં આવી રહી છે. કાળા ઘઉંની કિંમત સામાન્ય ઘઉંની કિંમત કરતાં ઘણી વધારે છે. તે હૃદય રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. કાળા ઘઉંમાં ખાંડનું પ્રમાણ નહિવત છે. સુગરના દર્દીઓ તેની રોટલી ખાઈ શકે છે. આવો જાણીએ કાળા ઘઉંના ફાયદા અને નુકસાન વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા ઘઉં શું છે અને તે ક્યાંથી આવ્યા છે
થોડા વર્ષો પહેલા ઘઉંની આ જાત લોકોની નજરમાં આવી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સ્થિત બાયોટેકનોલોજી સંસ્થાએ સાત વર્ષના લાંબા સંશોધન બાદ અનાજની નવી પ્રજાતિ શોધી કાઢી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચાર સાચા નીકળ્યા. કાળા ઘઉંનું ઉત્પાદન 2017માં નેશનલ એગ્રો-ફૂડ બાયોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી, મોહાલી પંજાબમાં કરવામાં આવ્યું હતું. સંસ્થા પાસે હવે બ્લેક વ્હીટની પેટન્ટ છે.


ભારતમાં કયા ઉગાડવામાં આવે છે કાળા ઘઉં
કાળા ઘઉં મુખ્ય રૂપથી પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા ઉત્તરના રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં બીજ ભંડારામાં કાળા ઘઉંના બીજની કમીને કારણે કાળા ઘઉં હજુ ખેડૂતો વચ્ચે એક લોકપ્રિય પાક નથી. ઘઉંનો આ પ્રકાર ભૂરા ઘઉંની જાતની તુલનામાં ઓછો પાક આપે છે, તેનાથી ખેડૂતો તેની વધુ ખેતી કરી રહ્યાં નથી. 


આ પણ વાંચોઃ આ ફળ ખાવાથી પૂરુ થઈ શકે છે પુરૂષોનું પિતા બનવાનું સપનું, ઝડપથી વધશે સ્પર્મ કાઉન્ટ


કાળા ઘઉંની રોટલી ખાવાના ફાયદા
કાળા ઘઉંનો લોટ પણ કાળો હોય છે અને તેની રોટલી પણ કાળી બને છે. આ ઘઉંની રોટલીનો સ્વાદ સામાન્ય ઘઉંની રોટલી કરતા થોડો અલગ હોય છે. 


તે શરીરમાં બ્લડ સર્કુલેશન સામાન્ય અને ઠંડીના દિવસોમાં વધુ અસરકારક હોય છે. 


કાળા ઘઉંમાં પોષક તત્વો મળી આવે છે
ઝીંક
પ્રોટીન
તાંબુ
લોખંડ
ફાઇબર
સેલેનિયમ
કેલ્શિયમ
પોટેશિયમ
મેગ્નેશિયમ
ફોસ્ફરસ
કાર્બોહાઇડ્રેટ્સ
વિટામિન B1, B2, B3, B5, B9


આ પણ વાંચોઃ ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...


કાળા ઘઉં આ બીમારીને કરશે દૂર


હાર્ટ માટે ફાયદો
કાળા ઘઉં લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ ફેટનું સ્તર વધવા દેતા નથી. આપણું શરીર ઊર્જા બનાવવા માટે આ ચરબીનો ઉપયોગ કરે છે. શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવવા માટે શરીર માટે ટ્રિગ્લાઇસેરાઇડ્સનું સામાન્ય સ્તર આવશ્યક છે. પરંતુ જ્યારે લેવલ વધી જાય છે તો શરીરને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


જ્યારે ટ્રાઇગ્લિસરાઈડ્સનું સ્તર વધે છે, ત્યારે ધમનીઓ બ્લોક થઈ જાય છે, જેના કારણે હૃદય સંબંધિત રોગો અને હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ સુગર એકસાથે થવાનું જોખમ રહે છે.


કાળા ઘઉંમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ લેવલને સામાન્ય બનાવીને વધવા દેતું નથી.


કબજીયાતની સમસ્યા કરશે દૂર
કબજીયાતની સમસ્યાથી પરેશાન છો તો કાળા ઘઉંની રોટલી ખાવી જોઈએ. તેમાં ફાઇબરની માત્રા ખુબ હોય છે, જે પેટ માટે ફાયદાકારક છે. તેના દરરોજ ઉપયોગથી કબજીયાતની સમસ્યા દૂર થઈ જાય છે. 


પેટના કેન્સરમાં ફાયદાકારક છે
કાળા ઘઉંમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી તે આપણા પેટની પાચન તંત્રને મજબૂત બનાવે છે. કોલોરેક્ટલ કેન્સર મોટા આંતરડામાં થાય છે. ફાઈબરથી ભરપૂર ખોરાક શરીરમાં કેલરીની માત્રા ઘટાડે છે, જે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ છે. આખા અનાજમાંથી ફાઇબર કોલોરેક્ટલ કેન્સરની ઓછી ઘટનાઓ સાથે સંકળાયેલું છે.


આ પણ વાંચોઃ રોજ સવારે નાસ્તા સમયે પીવી આ 3 માંથી કોઈ એક સ્મુધી, 7 દિવસમાં Belly Fat થશે ગાયબ


હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદાકારક
અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા 2010ના સંશોધન મુજબ, આખા અનાજનો આહાર હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં એન્ટિ-હાઈપરટેન્સિવ દવાઓ જેટલો અસરકારક છે, કારણ કે તે હાઈ બીપીને ઘટાડી શકે છે. તે હૃદય રોગ, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. હાઈ બીપીના દર્દીઓએ બપોરના ભોજનમાં કાળા ઘઉંની રોટલી ખાવી જોઈએ. કાળા ઘઉં આખા અનાજમાં શ્રેષ્ઠ અનાજ છે.


ડાયાબિટીસમાં ફાયદાકારક
જો ડાયાબિટીસના દર્દીઓ કાળા ઘઉંની રોટલીનું સેવન કરે તો તેનાથી તેમના લોહીમાં શુગર લેવલ બરાબર રહે છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ સિવાય જે લોકો રોજ કાળા ઘઉંની રોટલી ખાય છે, તેમને ડાયાબિટીસ થવાનો ખતરો ઘણો ઓછો રહે છે.


નવી પેશીના નિર્માણમાં ફાયદાકારક
કાળા ઘઉંમાં ફોસ્ફરસ સારી માત્રામાં જોવા મળે છે, જે શરીરની અંદર નવા ટિશ્યૂઝના નિર્માણમાં મદદ કરે છે અને તેની જાળવણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


એનિમિયા મટાડવું
કાળા ઘઉંમાં રહેલા પોષક તત્વો જેવા કે પ્રોટીન, મેગ્નેશિયમ અને આયર્ન આપણા શરીરમાં લોહીનું સ્તર વધારીને એનિમિયાને દૂર કરે છે અને ઓક્સિજનના સ્તરને નિયંત્રિત કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube