Detox Smoothies: રોજ સવારે નાસ્તા સમયે પીવી આ 3 માંથી કોઈ એક સ્મુધી, 7 દિવસમાં Belly Fat થશે ગાયબ

Detox Smoothies: આજે તમને કેટલીક એવી સ્મુધી વિશે જણાવીએ જેને રોજ સવારે નાસ્તાને બદલે લેવાથી બેલીફેટ ધીરે ધીરે ગાયબ થઈ જશે. જે લોકો બેલીફેટ ઘટાડવા માટે પ્રયત્ન કરતા હોય તેમણે આ ડિટોક્ષ સ્મુધીનું સેવન કરવું જોઈએ તેનાથી સાત જ દિવસમાં તમને શરીરમાં ફેરફાર દેખાશે. 

Detox Smoothies: રોજ સવારે નાસ્તા સમયે પીવી આ 3 માંથી કોઈ એક સ્મુધી, 7 દિવસમાં Belly Fat થશે ગાયબ

Detox Smoothies: પેટ અને કમરની આસપાસ જ્યારે ચરબી જામી જાય છે તો લોકો માટે તે સૌથી મોટી ચિંતાનું કારણ બની જાય છે. બેલીફેટથી છુટકારો મેળવવા માટે લોકો કલાકો સુધી જિમમાં પરસેવો પણ ભાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે કેટલીક વસ્તુઓનું સેવન કરીને પણ સરળતાથી પેટની ચરબી ઘટાડી શકો છો ? આજે તમને કેટલીક એવી સ્મુધી વિશે જણાવીએ જેને રોજ સવારે નાસ્તાને બદલે લેવાથી બેલીફેટ ધીરે ધીરે ગાયબ થઈ જશે. જે લોકો બેલીફેટ ઘટાડવા માટે પ્રયત્ન કરતા હોય તેમણે આ ડિટોક્ષ સ્મુધીનું સેવન કરવું જોઈએ તેનાથી સાત જ દિવસમાં તમને શરીરમાં ફેરફાર દેખાશે. 

બેલી ફેટ ઘટાડતી સ્મુધી

આ પણ વાંચો:

બદામ અને કેળા

બદામ અને કેળાની ડીટોક્ષ સ્મુધી બેલીફેટ ઘટાડવામાં ઝડપથી મદદ કરે છે. તેને બનાવવા માટે બ્લેન્ડર જારમાં દૂધ, બદામ અને કેળા ઉમેરો તેની બરાબર સ્મુધ પેસ્ટ તૈયાર કરો. હવે આ સ્મુધીને નાસ્તાને બદલે સવારે પીવાનું રાખો. તેનાથી શરીરને જરૂરી પ્રોટીન મળશે અને કલાકો સુધી ભૂખ પણ નહીં લાગે.

સફરજન અને ચિયા સીડ્સ

સફરજન અને ચિયા સીડ્સની સ્મુધી પણ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી બેલીફેટથી છુટકારો મળે છે. તેના માટે બ્લેન્ડરમાં દૂધ અને સફરજન ઉમેરી બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણમાં એક ચમચી ચિયા સીડ્સ ઉમેરી તેને દસ મિનિટ રેસ્ટ આપો. હવે આ સ્મુધીનું સેવન નાસ્તા સમયે કરી લો.

કેળા અને ઓટમીલ

કેળા અને ઓટમીનની સ્મુધી બનાવવા માટે એક કેળુ, એક ચમચી ઓટમીલ અને દૂધને બરાબર પીસી અને તેનું સેવન કરો. આ સ્મુધી પીવાથી પેટ પણ સાફ રહે છે અને બેલીફેટથી ઝડપથી છુટકારો મળે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news