Caffeine Side Effect: ભારતમાં એવા કરોડો લોકો હશે જેમના દિવસની શરૂઆત ચાના એક કપથી અથવા તો કોફી પીને થતી હોય છે. ચા અને કોફીના શોખીનોની સંખ્યા ભારતમાં કદાચ સૌથી વધારે હશે. એક કપ ગરમાગરમ ચા કે કોફી પી લેવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જે લોકોને ચા અને કોફી પીવાની આદત હોય છે તેમને જો કહેવામાં આવે કે એક મહિના સુધી ચા કે કોફી નથી પીવાની તો તેમની હાલત બગડી જાય. પરંતુ હકીકતમાં જો તમે માત્ર 30 દિવસ પણ ચા કે કોફીનું સેવન નહીં કરો તો તમારા શરીરમાં ત્રણ જોરદાર ફેરફાર જોવા મળશે. શરીરમાં જો કેફિન જતું અટકે તો શરીરમાં કેટલાક સકારાત્મક ફેરફાર જોવા મળે છે. આજે તમને જણાવીએ કે ચા અને કોફી ન પીવાથી શરીર પર કેવી અસર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ફુલીને ફુગ્ગા જેવું થયેલું પેટ પણ થઈ જશે ફ્લેટ, જો આ પાણી પીવાનું કરી દેશો શરુ


પોષકતત્વોનો ખજાનો છે ચોમાસામાં મળતું આ શાક, ખાવાથી શરીર રહેશે સ્વસ્થ અને મજબૂત


હેલ્ધી ફુડ ગણાતી આ વસ્તુઓ ઝડપથી વધારે છે વજન, આ વસ્તુ ખાતા હોય તો તુરંત જ બંધ કરજો


બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે


ચા કે કોફી પીવાથી થાક તુરંત ઉતરી જાય છે તેનું કારણ કે બ્લડ પ્રેશર વધે છે. આ સ્થિતિ યોગ્ય નથી. જો તમે એક મહિના સુધી ચાકી કોફીના મારફતે શરીરમાં જતું કેફિન અટકાવો છો તો તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.


સારી ઊંઘ આવશે


ચા પીવાનું છોડવાથી ઊંઘ પર સારી અસર પડે છે. વ્યક્તિ જ્યારે કેફિનયુક્ત પદાર્થ પીવાનું શરૂ કરે છે તો તેની ઊંઘમાં ખલેલ પડવા લાગે છે. જો તમે ચા કે કોફી પીવાનું છોડશો તો એક અઠવાડિયાની અંદર જ તમારી ઊંઘ ને લગતી સમસ્યા દૂર થવા લાગશે. એક મહિનામાં તો તમને તમારા સ્વાસ્થ્યમાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે કારણ કે તમે નિયમિત રીતે સારી ઊંઘ કરતા થશો.


દાંત સફેદ થશે


ચા કે કોફી જેવી ગરમ વસ્તુ પીવાથી દાંતને નુકસાન થાય છે. જે લોકો વધારે પ્રમાણમાં છે કે કોફી પીતા હોય છે તેના દાંતનો રંગ ધીરે ધીરે બદલવા લાગે છે. સાથે જ તેમાં રહેલી ખાંડ દાંતને નબળા પણ કરે છે. આવી સ્થિતિમાં જો તમારે દાંતને નબળા પડતા અટકાવવા હોય અને દાંતને સફેદ રાખવા હોય તો ચા કે કોફી પીવાનું છોડી દો. એક મહિનામાં જ તમે તમારા દાંતમાં કુદરતી રીતે ફરક અનુભવશો


 


(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. zee24kalak આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)