White Onion And Red Onion: ડુંગળી ભારતીય ભોજન નું અભિન્ન અંગ છે. ડુંગળી વિના ભોજન નો સ્વાદ અધુરો લાગે છે. કેટલાક સ્વાદના શોખીનોને તો રોજ ભોજનની સાથે કાચી ડુંગળી પણ ખાવા જોઈએ છે. આજ કારણ છે કે ઘરમાં આવતા શાકમાં સૌથી વધારે ડુંગળી હોય છે. જોકે બજારમાં જ્યારે ડુંગળી ખરીદવા જઈએ ત્યારે બે પ્રકારની ડુંગળી સૌથી વધારે જોવા મળે છે. એક સફેદ અને એક લાલ. જોકે મોટાભાગના લોકો આ બંને ડુંગળી વચ્ચેના તફાવતથી અજાણ હોય છે તેથી તેઓ કોઇ પણ ડુંગળી ખરીદી લાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


10 રૂપિયાની આ વસ્તુ બ્લડ સુગર-કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ, 15 દિવસ ટ્રાય કરી જુઓ


Health Care: આ વસ્તુઓને કુકરમાં પકાવી ખાવાની ન કરવી ભુલ, બગડી જશે તબિયત


રોજ સવારે દૂધ સાથે મરી ખાવાની પાડો ટેવ, રક્ત થશે શુદ્ધ અને હાડકાં થશે મજબૂત



પરંતુ જે રીતે આ બે ડુંગળીના રંગ અલગ હોય છે તેમ આ બંને ડુંગળીના ગુણ પણ અલગ હોય છે. 90 ટકા લોકો આ બંને ડુંગળીના તફાવત અને તેના ગુણ થી અજાણ હોય છે. આજે તમને આ બંને ડુંગળી વચ્ચેના તફાવત વિશે જણાવીએ.


સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બંને પ્રકારની ડુંગળીમાં પોષક તત્વો તો ઘણા બધા હોય પરંતુ લાલ ડુંગળીમાં વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. લાલ ડુંગળીમાં જે એન્ટીઓક્સિડન્ટ હોય છે તેનું નામ એન્ટોસિનેન હોય છે. જે શરીરમાં અનકંટ્રોલ સેલ ગ્રોથને રોકવામાં મદદ કરે છે. જેના કારણે સ્ટમક, બ્રેસ્ટ, પ્રોસ્ટેટનું કેન્સર થવાનું જોખમ પણ ઘટી જાય છે. 


ગેલેરીની વાત કરીએ તો 100 ગ્રામ લાલ ડુંગળીમાં 37 કેલેરી હોય છે જ્યારે સફેદ ડુંગળીમાં 42 કેલરી હોય છે. જ્યારે બંને પ્રકારની ડુંગળીમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ બંને પ્રકારની ડુંગળી હૃદય સંબંધિત સમસ્યા અને ડાયાબિટીસને દૂર રાખવામાં પણ મદદ કરે છે તેનું સેવન કરવાથી સ્ટ્રોકનું જોખમ પણ ઘટે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)