શરીરમાં આ લક્ષણ દેખાય તો સમજો કે તમારા Sleeping Time માં ગરબડ છે
Right time to sleep : માત્ર 8 કલાકની ઊંઘ જ યોગ્ય ઊંઘ નથી હોતી, યોગ્ય સમયે ઊંઘ લેવી પણ જરૂરી છે, શરીરમાં દેખાઈ રહેલા આ લક્ષણો સમજી લેશો તો જાણી લો કે તમારો ઊંઘવાનો સમય જ ખોટો છે
Sleeping Time : 8 કલાકની ઊંઘની સાથે સાથે યોગ્ય સમયે સૂઈ જવું પણ બહુ જ જરૂરી છે. સરળ ભાષામાં સમજીએ તો, જો તમે રાતે 2 વાગ્યે સૂઈ જાઓ છો ને સવારે 11 વાગ્યો ઉઠો છો તો પણ તમે તમારી જાતને ફ્રેશ નહિ અનુભવો. તમારા શરીરમાં જોઈએ એટલી એનિર્જ નહિ રહે.
સારા સ્વાસ્થય માટે યોગ્ય ખાણીપીણી જરૂરી છે, પણ સાથે જ સારી ઊંઘ લેવી પણ જરૂરી છે. 8 કલાકની ઊંઘ સારા સ્વાસ્થય માટે જરૂરી છે. ઊંઘ માંસપેશીઓની રિકવરી અને વિકાસમાં બહુ જ કામમાં છે. જ્યારે તમે ઊંઘો છે, ત્યારે તમારું શરીર અનેક પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. જે શરીરના યોગ્ય ફંક્શનિંગ માટે જરૂરી છે. અનેકવાર લોકોની ફરિયાદ હોય છે કે, પૂરતી ઊંઘ બાદ પણ શાક લાગે છે. મૂડ પણ ચીડચીડો થઈ જાય છે. આ બધુ પૂરતી ઊંઘ ન લેવાને કારણે થાય છે.
રોજ કેટલા કલાક ચલાવવું જોઈએ Cooler? આખા દિવસ ચલાવનારા પર આવશે આ આફત
એક્સપર્ટસ કહે છે કે, જોતમે 8-10 કલાક ઊંઘો છો, છતાં તમારું માથુ દુખે છે અને તમે થાક લાગે છે તો સમજો કે આ બધુ યોગ્ય સમયે ન સૂઈ જવાને કારણે થાય છે. 8 કલાકની સાથે સાથે યોગ્ય સમયે સૂઈ જવુ પણ જરૂરી છે. રાતે 10 વાગ્યાથી સવારે 2 વાગ્યા સુધીનો સમય રેસ્ટોરેટિવ સ્લીપ ટાઈમ હોય છે. સરળ ભાષામાં સમજીએ તો આ એ સમય છે, જેમાં તમારું શરીર સેલ્સ રિપેયર કરે છે. ટિશ્યુ રિપેર કરે છે. બોન ડેન્ટિસિટી વધારે છે. ઈમ્યુન સિસ્ટમ વધારે છે. અને ફેટ બર્ન કરે છે. આવામાં તમે 10 કલાક પણ સૂઈ જશો તો પણ કોઈ ફાયદો નથી. તેના માટે તમારે 15-15 મિનિટ જલ્દી સૂઈ જવુ પડશે. યોગ્ય સમય પર સૂઈ જવાથી તમારું હોર્મોનલ બેલેન્સ યોગ્ય રહેશે. માનસિક સ્વાસ્થય યોગ્ય રહેશે. સાથે જ જો તમે વેટ લોસ કરવા માંગો છો, તો તમારે આ સમયે સૂઈ જવુ ફાયદાકારક રહેશે.
મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી