મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ 

મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. આવામાં વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

24 થી 26 માં રાજ્યમાં વરસાદ વરસશે
અંબાલાલ પટેલે કહ્યું કે, 24 થી 26 માં રાજ્યમાં વરસાદનું કદ વધશે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થશે. તો સુરત, નવસારી, તાપીમાં 4 થી  5 ઈંચ વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટો છવાયો વરસાદ પડે છે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ આવવાની વકી છે. 

આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસશે
તેમણે વધુમાં કહ્યું કે, તારીખ 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ રહેશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે. 28 થી 30 જુન માં આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ ભારે વરસાદની  સંભાવના છે. આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ રહે છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. 

આગામી 7 દિવસ મેઘમહેર થશે
તો હવામાન વિભાગે પણ સારા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં આગામી 7 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ આવશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના કારણે વરસાદનું આગમન થશે. આજે નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, અમરેલી અને ગીરસોમનાથમાં ભારે વરસાદ આવશે. તો આવતીકાલે 24 જુને દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ ત્રાટકશે. 23 જુને મહીસાગર, પંચમહાલ, અમરેલી ,ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news