હાઈ યુરિક એસિડની સમસ્યા લાઇફસ્ટાઇલના રોગ તરીકે લોકોમાં ઝડપથી વધી રહી છે. તેનું કારણ ખોટું ખાનપાન અને ખરાબ જીવનશૈલી માનવામાં આવે છે. વાસ્તવમાં, યુરિક એસિડ એક કચરો પદાર્થ છે જે દરેક વ્યક્તિના શરીરમાં હાજર હોય છે. પ્યુરિન નામના રસાયણના ભંગાણથી યુરિક એસિડ બને છે. ખરેખર, કિડની પેશાબ દ્વારા યુરિક એસિડને દૂર કરે છે. પરંતુ જ્યારે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે અથવા યુરિક એસિડનું પ્રમાણ વધુ પડતું ઉત્પન્ન થવા લાગે છે, ત્યારે તે સાંધામાં ક્રિસ્ટલ્સના રૂપમાં જમા થવા લાગે છે. જેના કારણે દુખાવો, સાંધામાં સોજો અને ચાલવામાં તકલીફ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમે ડાયટમાં ફેરફાર સાથે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો. યુરિક એસિડ વધવા પર દરરોજ સવારે ખાલી પેટ લસણની બે કળી ખાવાથી ખુબ રાહત મળશે. લસણ ખાવાથી વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે. જાણો હાઈ યુરિક એસિડમાં લસણ કેટલું ફાયદાકારક છે અને તેનું સેવન કઈ રીતે કરશો?


યુરિક એસિડમાં લસણના ફાયદા
હાઈ યુરિક એસિડના દર્દીઓ માટે લસણનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. લસણ ખાવાથી શરીરમાં યુરિક એસિડના સ્તરને ઘટાડી શકાય છે. લસણમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે અને યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લસણમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, જેનાથી સોજા ઘટે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. દરરોજ લસણ ખાવાથી પાચનતંત્ર મજબૂત રહે છે. લસણ ખાવાથી બોડી ડિટોક્સ થાય છે અને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે. લસણમાં એલિસિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે યુરિક એસિડને ઘટાડે છે. અર્થરાઇટિસ અને સંધિવાના દર્દીઓ માટે લસણ ફાયદાકારક છે. 


આ પણ વાંચોઃ 'સાઈલન્ટ કિલર'થી ઓછું નથી કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ, હાર્ટ બ્લોકેજ અને સ્ટ્રોકનું જોખમ!


હાઈ યુરિક એસિડમાં કઈ રીતે લસણનું સેવન કરશો?
આમ તો લસણને તમે કોઈપણ રૂપે પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. પરંતુ યુરિક એસિડના દર્દીઓને સવારે ખાલી પેટ કાચુ લસણ ખાવાથી વધુ ફાયદો મળે છે. તમે લસણની બે કળી છોલો અને સવારે હુંફાળા પાણી સાથે ચાવીને ખાઈ લો. તમે ઈચ્છો તો ચા સાથે લસણ ખાઈ શકો છો. તમારે નિયમિત રૂપે કેટલાક દિવસ સુધી લસણનું સેવન કરવાનું છે. તેનાથી યુરિક એસિડ કંટ્રોલ થવા લાગશે. સાથે લસણ ખાવાથી બ્લડ પ્રેશર પણ કાબૂમાં રહેશે અને કોલેસ્ટ્રોલ પણ ઘટશે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.