Health Tips: સુગર ક્રેવિંગ ગમે તેને ગમે ત્યારે થઈ શકે છે. પરંતુ જ્યારે તમારી ક્રેવિંગ તૃષ્ણાની જેમ થઈ જાય તો વિચારવા જેવી વાત છે. ઘણા રિસર્ચમાં તે વાત સામે આવી છે કે ક્યારેક-ક્યારેક સુગરની ક્રેવિંગ હોઈ શકે છે. પરંતુ જો તમારી સાથે વારંવાર થઈ રહ્યું છે તો પછી તમારે ડોક્ટરને એકવાર જરૂર મળવું જોઈએ. તમે પણ જાણતા હશો કે ખાંડની તુલના સફેદ ઝેર સાથે કરવામાં આવી છે. તો ગોળને શરીર માટે ફાયદાકારક ગણાવવામાં આવ્યો છે. વધુ ખાંડ ખાવાથી સ્ટ્રેસ, નીંદરની કમી, ખરાબ લાઇફસ્ટાઇલ વધે છે. દિવસેને દિવસે ખાંડનો ઉપયોગ વધી રહ્યો છે. વધુ ખાંડ ખાવાથી દાંત ખરાબ થવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાંડની તુલના સ્ટ્રીટ ડ્રગ્સથી કરવામાં આવી છે
વારંવાર જો સ્વીટ ખાવાનું મન કરી રહ્યું છે તો તે સારી વાત નથી. રિસર્ચ પ્રમાણે શુગરની તુલના નશાની લત સમાન સ્ટ્રીટ ડ્રગ્સની સાથે કરવામાં આવે છે. વધુ શુગર ખાવાથી મગજને પણ નુકસાન થાય છે. સાથે દાંતની કેવિટી, ટાઈપ-2 ડાયાબિટીસ, હાર્ટની બીમારી સહિત ઘણી શરીર સાથે જોડાયેલી બીમારી ઘેરી લે છે. 


આ પણ વાંચોઃ કોઈ નથી જણાવતું હેપ્પી મેરિડ લાઇફ માટે જરૂરી આ 3 ગોલ્ડન રૂલ્સ, તમે પણ જાણી લો


મેગ્નીશિયમની કમી
સૌથી પહેલા તમારે જાણવું પડશે કે તમને કયા ટાઇપનું સ્વીટ ક્રેવિંગ છે? જો તમને ચોકલેટ ખાવાનું મન કરી રહ્યાં છે. તો તેનો મતલબ હોઈ શકે કે તમારા શરીરમાં મેગ્નેશિયમની કમી છે, જે ખરેખર એક સામાન્ય કમી છે. ચોકલેટની લાલસાની એક પ્લસ સાઇડ પણ છે. રિસર્ચ પ્રમાણે ડાર્ક ચોલકેટ વાસ્તવમાં એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે તમારા સ્વાસ્થ્યમાં સુધાર કરી શકે છે અને હાર્ટના ખતરાને ઓછી કરી શકે છે. તે તમારા હેલ્થને નુકસાન પહોંચાડ્યા વગર ફાયદો જરૂર પહોંચાડી શકે છે. 


અન્ય પોષક કત્વો કે વિટામિનની કમી
જો તમને ફળ ખાવાનું મન કરી રહ્યું છે તો તેનો અર્થ છે કે તમારા શરીરમાં આયરન, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટની કમી છે. તેથી તમને વારંવાર ફળ ખાવાનું મન કરી રહ્યું છે. 


બીપીમાં ઉતાર-ચઢાવ
જો તમને અચાનકથી મીઠાઈ ખાવાનું મન કરી રહ્યું છે તો તેનો અર્થ છે કે તમારૂ બીપી ઉપર-નીચે થઈ રહ્યું છે. જ્યારે તમારૂ બીપી લો થાય તો તમને મીઠુ ખાવાનું મન કરે છે. તેવામાં ડોક્ટર હંમેશા સલાહ આપે છે કે જો તમને આવી લાલસા થાય છે તો ખાવામાં પ્રોટીન અને ફાઈબરનું વધુ સેવન કરો. વધુમાં વધુ ફળ ખાવો.


વધુ સુગર આપણા શરીરના પ્રોટીનને ખરાબ કરે છે
વધુ સુગર ખાવાથી તે આપણા લોહીમાં ભળવા લાગે છે અને શરીરના પ્રોટીન સાથે મળી જાય છે. જેના કારણે સ્કિન પર એજિંગ દેખાવા લાગે છે. શુગર પ્રોટીનને ખરાબ કરી કોલેજન અને ઇલાસ્ટિનને ખરાબ કરે છે. જેના કારણે સ્કિનમાં ડ્રાઇનેસ અને સ્કિન પર કરચલી દેખાવા લાગે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube