કોઈ નથી જણાવતું હેપ્પી મેરિડ લાઇફ માટે જરૂરી આ 3 ગોલ્ડન રૂલ્સ, નવા-નવા લગ્ન થયા હોય તો જાણી લો

Relationship Tips For spouse: લગ્ન પહેલા યુવક અને યુવતીને સગા સંબંધીઓ ઘણી ટિપ્સ આપે છે. પરંતુ કોઈ ચોક્કસ જણાવી શકતું નથી કે સંબંધમાં લાંબા સમય સુધી ખુશ રહેવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

કોઈ નથી જણાવતું હેપ્પી મેરિડ લાઇફ માટે જરૂરી આ 3 ગોલ્ડન રૂલ્સ, નવા-નવા લગ્ન થયા હોય તો જાણી લો

નવી દિલ્હીઃ લગ્ન બે લોકોનું મિલન છે જે આપસી સહમતિથી શરૂ થાય છે. આ સંબંધ ચલાવવા માટે પ્રેમની સાથે સમજદારીની પણ જરૂર હોય છે. તેથી જવાબદારી ભર્યા બંધનમાં બંધાતા પહેલા સારી રીતે વિચાર કરી લેવો જોઈએ. 

તેમાં કોઈ બે મત નથી કે દરેક વ્યક્તિ પોતાના લગ્નમાં હંમેશા ખુશ રહેવા ઈચ્છે છે. પરંતુ તે માટે માત્ર પસંદગી જ નહીં દરેક નાની-નાની વસ્તુનો ખ્યાલ પતિ-પત્ની બંનેએ મળીને રાખવાનો હોય છે. જો તેનો ભાર માત્ર એક વ્યક્તિ પર હોય તો થોડા સમયમાં સંબંધ બગડવા લાગે છે. તેવામાં અમે અહીં તમને લગ્નને સફળ બનાવવા માટે કેટલાક નિયમ જણાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે હંમેશા પાર્ટનરની સાથે તમારા સંબંધોને મજબૂત રાખી શકો છો. 

સાસરા પક્ષના લોકો વિશે કોમેન્ટ કરવાથી બચો
બે લોકો જ્યારે લગ્નના બંધનમાં બંધાય તો ઘણી એવી વાતો હોય છે જ્યાં પરિવારનો ઉલ્લેખ આવે છે. તેવામાં શબ્દોની પસંદગી ખુબ સાવધાનીથી કરવી જોઈએ. દરેક પરિવારની પોતાની રીત હોય છે, તેથી કોઈને ખુબથી ઓછા આંકવા ખોટું છે, ખાસ કરીને જ્યારે તે તમારુ સાસરુ હોય. ધ્યાનમાં રાખો કે જે રીતે તમે તમારા પરિવારના લોકો વિશે ખબાર સાંભળતા નથી, તે રીતે આવી વાતો તમારા પાર્ટનર માટે સહન થઈ શકે નહીં. 

લગ્નનો સંબંધ ખુબ નાજુક હોય છે, તેથી તેમાં ઝગડા જેટલા ઓછા થાય એટલું પતિ-પત્ની માટે સારૂ હોય છે. તેમાં કોઈ બેમત નથી કે સાથે રહેવા પર આવી વાતો થઈ જાય છે જે ગુસ્સા અને નારાજગીનું કારણ બની જાય. પરંતુ નાની-નાની વસ્તુને લઈને પાર્ટનરની સાથે લડવું સમજદારી નથી. જેટલું બની શકે આરામથી વાત કરી દરેક સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરો. જ્યાં સુધી કોઈ મોટો મુદ્દો ન હોય ત્યાં સુધી પાર્ટનરની સામે તમારો અવાજ ઉંચો ન કરો. 

પાર્ટનરની અટેચમેન્ટ સ્ટાઇલને સમજો
માત્ર સમજદારીથી લગ્નને લાંબા સમય સુધી ખુશ રાખી શકાય નહીં. પતિ-પત્ની વચ્ચે રોમાન્ચ હોવો ખુબ જરૂરી છે. એકબીજાની જરૂરીયાત સમજવી સંબંધને મજબૂત બનાવે છે. ધ્યાન રાખો કે દરેક કપલ અલગ છે, તેવામાં કોઈ બીજાથી તમારા પાર્ટનરને કંપેયર કરવા ખોટા છે. તેનાથી સંબંધમાં અંતર આવવા લાગે છે. હંમેશા દરેક વસ્તુને સારી કરવાનો રસ્તો શોધો, એકબીજાની મર્યાદાનું સન્માન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news