સફેદ વાળ કુદરતી રીતે કરવા છે કાળા? હળદરમાં આ એક વસ્તુ ભેળવીને અજમાવી જુઓ
White Hair Home Remedy: મોટાભાગના લોકો સફેદવાળથી છૂટકારો મેળવવા માટે મહેંદી, હેરડાઈ, અને હેર કલર જેવી વસ્તુઓ વાપરે છે. પરંતુ તેમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે વાળને ડેમેજ કરી શકે છે. આવામાં વાળને કાળા કરવા માટે તમે કેટલાક ઘરગથ્થું નુસ્ખા અજમાવી શકો છો.
સફેદવાળની સમસ્યાથી આજકાલ લોકો ખુબ પરેશાન છે. એક સમય હતો જ્યારે વાળ સફેદ થાય તે વૃદ્ધાવસ્થાની નિશાની ગણવામાં આવતું હતું. પરંતુ આજના સમયમાં નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થઈ રહ્યા છે. સમય પહેલા વાળ સફેદ થવા પાછળ અનેક કારણો રહેલા છે. આ માટે પ્રદૂષણ, ખોટી જીવનશૈલી, પોષક તત્વોની કમી, કેમિકલ પ્રોડક્ટ્સ, અને જેનેટિક કારણો જવાબદાર હોઈ શકે છે. મોટાભાગના લોકો સફેદવાળથી છૂટકારો મેળવવા માટે મહેંદી, હેરડાઈ, અને હેર કલર જેવી વસ્તુઓ વાપરે છે. પરંતુ તેમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે વાળને ડેમેજ કરી શકે છે. આવામાં વાળને કાળા કરવા માટે તમે કેટલાક ઘરગથ્થું નુસ્ખા અજમાવી શકો છો.
વાળ કાળા કરવા માટે ઘરગથ્થું ઉપાય
સફેદ વાળનેકાળા કરવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. જેમાં આયર્ન, કોપર અને અન્ય ઔષધીય ગુણો રહેલા છે. જે સફેદવાળથી છૂટકારો અપાવે છે. તે વાળને નેચરલી કાળા કરવાની સાથે સાથે વધુ ચમકદાર પણ બનાવી શકે છે. સૌથી સારી વાત એ છે કે તેનાથી તમારા વાળને કોઈ પણ પ્રકારે નુકસાન થશે નહીં.
હળદર અને આંબળાથી બનાવો નેચરલ હેર હાઈ પાવડર
આ માટે તમે એક ચમચી હળદર પાઉડર અને બે ચમચી આંબળા પાઉડર લો. હવે આ બંને ચીજોને લોઢાની કઢાઈમાં સારી રીતે સેકી લો. જ્યાં સુધી તેનો રંગ કાળો ન થઈ જાય ત્યાં સુધી તેને સેકો. ત્યારબાદ તેને એક વાસણમાં કાઢીને ઠંડુ થવા માટે રાખો. હવે આ પાઉડરમાં એલોવિરા જેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો. તૈયાર થયેલા મિશ્રણને તમારા વાળ પર લગાવો અને લગભગ 30 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ વાળને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બેવાર આ નુસ્ખાનો ઉપયોગ કરશો તો તમારા વાળ ધીરે ધીરે કુદરતી રીતે કાળા થવા લાગશે. આ સાથે જ મુલાયમ અને ચમકદાર પણ થશે.
વાળ કાળા કરવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. જો કે ધ્યાન રાખો કે જો તમને હળદરથી કોઈ એલર્જી હોય તો તેનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો.
(Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. )
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube