નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organisation)પ્રમાણે દુનિયામાં મોટા ભાગના મોત વધુ મીઠું ખાવાથી થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમવાર એક રિપોર્ટ રજૂ કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું કે ભોજનમાં કેટલું નમક જરૂરી છે? જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે વધુ સોડિયમ ખાવાથી એટલે કે નમક ખાવાથી શું-શું સમસ્યા થઈ શકે છે. રિપોર્ટમાં તે પણ જાણવા મળ્યું છે કે દુનિયામાં તે લક્ષ્ય નિર્ધારિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે વર્ષ 2025 સુધી 30 ટકા સુધી ઓછું મીઠું ખાવાની ઝુંબેશ ચલાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોરાકમાં વધુ મીઠું આ રોગોનો શિકાર બનાવી રહ્યું છે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સોડિયમ એ શરીર માટે સૌથી જરૂરી પોષક તત્વોમાંથી એક છે. પરંતુ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે હૃદય રોગ, સ્ટ્રોક અને અકાળ મૃત્યુનું કારણ બની શકે છે. જ્યારે ટેબલ મીઠું (સોડિયમ ક્લોરાઇડ) મુખ્ય સ્ત્રોત છે. તેની સાથે આ પોષક તત્વ સોડિયમ ગ્લુટામેટ અન્ય મસાલામાં પણ જોવા મળે છે.


આ પણ વાંચો- હેલ્થ ઈન્સ્યોરન્સમાં AIDSને પણ આવરી લેવાશે, IRDAIએ જાણો બદલ્યા કયા નિયમો?


સમગ્ર વિશ્વમાં વધુ પડતું મીઠું ખાવાથી દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે.
WHO નો વર્લ્ડ રિપોર્ટ જણાવે છે કે લોકોના આહારમાંથી મીઠું ઘટાડવાની નીતિઓ લાગુ કરવામાં 2030 સુધીનો સમય લાગી શકે છે. જેના કારણે દુનિયાના 70 લાખ લોકોના જીવ બચાવી શકાય છે. જો કે, માત્ર નવ દેશો - બ્રાઝિલ, ચિલી, ચેક રિપબ્લિક, લિથુઆનિયા, મલેશિયા, મેક્સિકો, સાઉદી અરેબિયા, સ્પેન અને ઉરુગ્વેએ આવું કર્યું છે. મીઠું ઓછું ખાવા માટે કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ દેશો સિવાય અન્ય દેશોમાં પણ આવા નિયમો બનાવવાની જરૂર છે.


WHO પ્રમાણે બમણાથી વધુ મીઠું ખાય છે લોકો
સમગ્ર વિશ્વમાં સરેરાશ મીઠાનું સેવન દરરોજ 10.8 ગ્રામ હોવાનો અંદાજ છે. તે પછી, તેને દરરોજ 5 ગ્રામ એટલે કે એક ચમચી કરવાનું માનવામાં આવે છે. કારણ કે હાલમાં આપણે જે રીતે મીઠાનો ઉપયોગ કરી રહ્યા છીએ તે 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' મુજબ બમણાથી પણ વધુ છે. અને આ શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં તેનાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે.


આ પણ વાંચોઃ વધારે ગળ્યું ખાવાથી જ નહીં વધારે મીઠું ખાવાથી પણ થઈ શકે છે ડાયાબિટીસ


વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડો. ટ્રેડ્રોસ અદનોમ ધેબ્રેયસસ પ્રમાણે અનહેલ્ધી ડાઇટ વિશ્વ સ્તર પર મૃત્યુ અને બીમારીનું એક મુખ્ય કારણ છે. સાથે ભોજનમાં વધુ સોડિયમ ખાવાને કારણે મોતના આંકડા વધી રહ્યાં છે. આના કારણે થતો રોગ મોટો છે જેમ કે હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' અનુસાર જો લોકો ભોજનમાં મીઠું ઓછું ખાય છે. જેથી આપણે અકાળ મૃત્યુને નિયંત્રિત કરી શકીએ. એટલા માટે આપણે આહારને લઈને કડક નિયમો બનાવવા પડશે અને તેમાં કેટલું મીઠું ખાવું જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube