Health Insurance: હેલ્થ ઈન્સ્યોરન્સમાં AIDSને પણ આવરી લેવાશે, IRDAIએ જાણો બદલ્યા કયા નિયમો?

Health Insurance: યાદ રાખજો હવે નિયમો બદલાઈ ગયા છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ તાજેતરમાં વીમા કંપનીઓને સ્વાસ્થ્ય વીમા સંબંધિત નવી યોજનાને જલ્દી અમલમાં મૂકવાની સલાહ આપી છે. આ નિયમો હેઠળ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ, HIV/AIDS અને વિકલાંગોને ટૂંક સમયમાં તેમના માટે ખાસ રચાયેલ વીમા કવચ મળશે.

Health Insurance: હેલ્થ ઈન્સ્યોરન્સમાં AIDSને પણ આવરી લેવાશે, IRDAIએ જાણો બદલ્યા કયા નિયમો?

Health Insurance: ભારતમાં આ નિયમ પહેલાંથી જ ફરજિયાત છે કે માનસિક અને શારીરિક રોગોની સારવાર સમાન રીતે થવી જોઈએ. મે 2018 માં મેન્ટલ હેલ્થકેર એક્ટ, 2017 અમલમાં આવ્યો, જે પછી ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ વીમા કંપનીઓને જોગવાઈઓનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેને પગલે હવે આ લોકોને ફાયદો થશે.

વીમા કંપનીઓને કારણે વિલંબ
IRDAI લાંબા સમયથી માનસિક બીમારીઓ માટે વીમા કવરેજ લાવવાની તૈયારી કરી રહ્યું હતું. આ માટે લગભગ એક વર્ષ પહેલાં, નિયમનકારે આરોગ્ય વીમા કંપનીઓને નિયમિત સ્વાસ્થ્ય વીમા કવરેજમાં માનસિક બીમારીઓ ઉમેરવા માટે કહ્યું હતું, પરંતુ વીમા કંપનીઓની ધીમી ગતિને કારણે હવે તે ટૂંક સમયમાં અમલમાં આવશે તેવું કહેવાય છે.

No description available.

IRDAIએ નવો પરિપત્ર જાહેર કર્યો
IRDAI એ નવો પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે તમામ રજિસ્ટર્ડ જનરલ અને સ્ટેન્ડ-અલોન હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓએ ફરજિયાતપણે તેમની પ્રોડક્ટ્સ તરત જ લોંચ કરવી અને રજૂ કરવી જોઈએ. આ પ્રકારની નીતિઓ લોકોને ઉપલબ્ધ કરાવવા માટે સંબંધિત અધિનિયમોમાં જોગવાઈઓ પણ સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત, વીમા કંપનીઓને બોર્ડના સૂચનો પર એક પોલિસી તૈયાર કરવાની પણ સૂચના આપવામાં આવી છે જેથી આવા લોકોને તમામ પ્રકારનું કવરેજ આપી શકાય.

આ લોકોને સુવિધા મળશે
IRDAI દ્વારા ફરજિયાત બનાવેલા નિયમ હેઠળ, સ્વાસ્થ્ય વીમા પૉલિસી હવે વિકલાંગ વ્યક્તિઓ (PWD), HIV/AIDS અને માનસિક બીમારીથી પીડિત લોકોને વીમા કવરેજ આપશે. IRDAIએ આ માટે વિશેષ કવર સાથે વીમા પ્રોડક્ટ લાવવાનું કહ્યું છે. વીમા કંપનીને ધ્યાનમાં રાખીને ઉત્પાદનનો વ્યાપ વધારવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, કોઈ પણ સંજોગોમાં વીમાદાતાઓ ઉત્પાદનના કવરેજને ઘટાડી શકતા નથી. પ્રોડક્ટની પોલિસી ટર્મ એક વર્ષ માટે હશે અને તે નિયત રેગ્યુલેટરી ફ્રેમવર્ક મુજબ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news