જો તમે પણ ડાયટ કોક, આઈસ્ક્રીમ અને ચ્યુઈંગ ગમના એડીક્ટીવ છો તો હવે આ વસ્તુઓથી દૂર રહેવાનો સમય આવી ગયો છે. કારણ કે એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વસ્તુઓનું સેવન કરવાથી કેન્સર જેવી ખતરનાક બીમારી થઈ શકે છે. વાસ્તવમાં, કૃત્રિમ સ્વીટનર 'એસ્પાર્ટમ' મીઠાશ માટે તમામ સોફ્ટ ડ્રિંક્સ અને ચ્યુઇંગમમાં ઉમેરવામાં આવે છે. એસ્પાર્ટેમ જ એવી વસ્તુ છે જે શરીરમાં કેન્સરનું કારણ બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આ સંશોધન અનુસાર, એસ્પાર્ટમ એક કાર્સિનોજેન છે, જેનો અર્થ છે કે તે શરીરમાં કેન્સરના કોષોને ટ્રિગર કરી શકે છે. જો તમે એવી કોઈ વસ્તુનું સેવન કરી રહ્યા છો, જેમાં એસ્પાર્ટમ હોય છે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમે કેન્સર જેવા જીવલેણ રોગને આમંત્રણ આપી રહ્યા છો. ડાયેટ કોક, ડાયેટ સોડા અને ચ્યુઇંગમમાં એસ્પાર્ટમનો વ્યાપક ઉપયોગ થાય છે. એસ્પાર્ટમ એ એક પ્રકારનું કૃત્રિમ સ્વીટનર છે, જેનો ઉપયોગ મીઠાશ લાવવા માટે થાય છે.


'ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર' (IARC) કહે છે કે તમે એસ્પાર્ટમથી ભરપૂર વસ્તુઓનું સેવન કેટલી માત્રામાં કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમે આ કૃત્રિમ સ્વીટનરનું ઓછી માત્રામાં પણ સેવન કરો છો, તો પણ તમે તમારા જીવનને જોખમમાં મૂકી રહ્યા છો. એસ્પાર્ટમ સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે, તમે એ હકીકત પરથી અનુમાન લગાવી શકો છો કે એસ્પાર્ટમમાં ખાંડ કરતાં 200 ગણી વધુ મીઠાશ હોય છે.


IARC 14મી જુલાઈએ સત્તાવાર રીતે કાર્સિનોજન જાહેર કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફ્રાન્સમાં એક લાખથી વધુ લોકો પર એસ્પાર્ટમના પ્રભાવને લઈને એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં સામે આવ્યું છે કે જે લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે તેમને કેન્સરનું જોખમ વધારે હોય છે.


(Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
ગુજરાતને ઘમરોળી રહ્યો છે વરસાદ, જાણો આજે કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! આ જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, અપાયું ઓરેન્જ એલર્ટ

મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube