આખી રાત પલાળી રાખેલી બદામ સવારે ખાવાથી થાય છે ખુબ ફાયદા, ખાસ જાણો
આયુર્વેદમાં બદામને પલાળીને છાલ ઉતારીને ખાવાની સલાહ અપાઈ છે. બદામ ખાવાથી શરીરને ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે. આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરાઈ છે. આયુર્વેદ એમ પણ કહે છે કે બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. આ બધી વાતો આયુર્વેદ કહે છે...પરંતુ તમને ખબર છે તેની પાછળનું કારણ શું છે?
બદામમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. બદામ વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળી શકે તે માટે બદામને રાતે પલાળીને રાખવાની વાત કરાઈ છે.
દુનિયાનાં સૌથી મોંધા ફળો, કિંમત સાંભળીને આંખે અંધારા આવી જશે
આયુર્વેદમાં બદામને પલાળીને ખાવાની વાત કેમ કરાઈ છે?
બદામને પલાળ્યા બાદ છાલ ઉતારીને ખાવાની વાત આયુર્વેદમાં કરાઈ છે. જો તમે આમ ન કરીને બદામને એમ જ ખાશો તો લોહીમાં પિત્તનું પ્રમાણ વધી જશે. સૌથી સારી રીત એ છે કે બદામને હુંફાળા પાણીમાં આખી રાત પલાળીને સવારે છાલ ઉતારીને ખાવી. કદાચ આ જ કારણે આયુર્વેદમાં બદામને પલાળીને ખાવાની વાત કરાઈ છે.
બદામની છાલમાં ટેનિન હોય છે. જે પોષક તત્વોને એબ્ઝોર્બ થતા રોકે છે. જ્યારે તમે બદામ પલાળો છો તો છાલ સરળતાથી નીકળી જાય છે અને પછી બદામના તમામ ફાયદા શરીરને મળી શકે છે.
દિવસમાં જો 'આ' સમયે પાણી પીવાની ભૂલ કરશો તો ભારે પડશે, કરશે ઝેરનું કામ
બદામ પલાળીને ખાવના છે અનેક ફાયદા
બદામને પલાળીને ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે. પાચનમાં મદદ મળે છે, હાર્ટ સારું રહે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે એન્ટી ઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે.
એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ
દિવસભરમાં તમે 10 બદામ ખાઈ શકો છો. પરંતુ ખાલી પેટે ફક્ત બદામ ખાવાથી બચવું જોઈએ. જો પેટ ખાલી હોય તો સલાડ, શાક અને ફળ સાથે બદામ ખાઈ શકાય છે.
ખાલી પેટે બદામ ખાવાથી પિત્ત વધે છે. પાચન સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થાય છે. પલાળેલી અને કાચી બદામ ખાવી એ ફક્ત ટેસ્ટ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.