Cardiac Arrest Causes: છેલ્લા ઘણા સમય દરમિયાન એવા કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં કોઈ વ્યક્તિ જિમમાં વર્કઆઉટ કરતી વખતે કે પછી ડાન્સ કરતી વખતે અચાનક બેભાન થઈ જાય અને તેનું મૃત્યુ થઈ જાય. હાલમાં જ ગાઝિયાબાદમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે જીમમાં ટ્રેડમિલ પર ચાલતા ચાલતા એક યુવક અચાનક બેભાન થઈ જાય છે અને તેનું પછી તેનું મોત નીપજે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ પહેલો કિસ્સો નથી આ પહેલા પણ જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે અનેક સેલિબ્રિટીના પણ મોત થયા હતા. ડોક્ટરો આ રીતે અચાનક મૃત્યુ થવાનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવે છે. કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક અલગ હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેકથી અલગ હોય છે અને તે અનેક ગણો વધારે ખતરનાક છે. હોસ્પિટલની બહાર કાર્ડિયાક અરેસ્ટના 90 ટકા કેસોમાં દર્દીનું મૃત્યુ થાય છે. આ સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. મોટાભાગના કેસમાં તેના કોઈ લક્ષણો દેખાતા નથી.  


આ પણ વાંચો:


દરેક મહિલાએ દિવસમાં 1 ગ્લાસ દૂધ પીવું જરૂરી, રોજ દૂધ પીવાથી થાય છે આ 5 ફાયદા


માસિક દરમિયાન વાળ ધોવામાં આ વાતનું રાખવું ધ્યાન નહીં તો થઈ જશે આ ગંભીર બીમારી


હળદરનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પણ થાય છે બીમારી, જાણો તેની આડઅસર વિશે
 
કાર્ડિયાક અરેસ્ટ શું છે?


નિષ્ણાંતોના મતે કાર્ડિયાક અરેસ્ટના કારણે હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે શરીરના અંગોને યોગ્ય રીતે લોહી મળતું નથી અને મગજ સુધી ઓક્સિજન ન પહોંચે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ જ કારણ છે કે લોકો ડાન્સ કરતી વખતે અથવા જીમમાં મૃત્યુ પામે છે. નિષ્ણાંતોના મતે જ્યારે કાર્ડિયાક અરેસ્ટ થાય છે ત્યારે શરૂઆતમાં છાતીમાં તીવ્ર દુખાવો થાય છે અને પરસેવો થાય છે. આ હાર્ટ એટેકનું લક્ષણ છે અને થોડીવારમાં તે કાર્ડિયાક અરેસ્ટ તરફ દોરી જાય છે. 


કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં દર્દીનો જીવ બચાવવો ખૂબ મુશ્કેલ બની જાય છે. એક અંદાજ મુજબ 100 માંથી માત્ર 3 દર્દીઓને બચવાની તક મળે છે. આ સ્થિતિમાં સીપીઆર દ્વારા દર્દીનો જીવ બચાવી શકાય છે. જો કે મોટાભાગના લોકો સીપીઆર વિશે જાણતા નથી.
  
કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો


ગેસ બનવો
અચાનક છાતીમાં તીવ્ર દુખાવો
ગળામાં કંઈક અટવાઈ ગયું હોય તેવી લાગણી
શ્વાસ લેવામાં તકલીફ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)