Health Tips: દરેક મહિલાએ દિવસમાં 1 ગ્લાસ દૂધ પીવું જરૂરી, રોજ દૂધ પીવાથી થાય છે આ 5 ફાયદા
Health Tips: દૂધ પોષક તત્વોથી ભરપુર હોય છે તેથી તેને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. રોજ દૂધ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. ખાસ કરીને નિયમિત રીતે એક ગ્લાસ દૂધ મહિલાઓ માટે ફાયદાકારક છે. દૂધ દરેક ઉંમરના વ્યક્તિએ રોજ દૂધ પીવું જોઈએ. દૂધ પીવાથી શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી સહિત જરૂરી પોષકતત્વો મળે છે. તો ચાલો તમને જણાવીએ કે રોજ એક ગ્લાસ દૂધ પીવું શરીર માટે કેટલું ફાયદાકારક છે.
હાડકા મજબૂત થાય છે
દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. આ બંને પોષક તત્વો હાડકાને મજબૂત કરવા માટે જરૂરી છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે. દૂધ પીવાથી હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે.
વજન ઘટે છે
દૂધ પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. દૂધમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ઊર્જા આપે છે અને શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે. દૂધ પીવાથી ભૂખ પણ ઓછી લાગે છે અને પેટ ભરેલું લાગે છે. જેઓ વજન ઘટાડવા માંગે છે તેમણે એક ગ્લાસ લો ફેટ દૂધ પીવું જોઈએ.
ડાયાબિટીસનું જોખમ ઘટે છે
દૂધ પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઘટી શકે છે. લગભગ 6 લાખ લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડેરી ઉત્પાદનો ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.
હૃદય સ્વસ્થ રહે છે
દૂધમાં રહેલું પોટેશિયમ સ્ટ્રોક, હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડવાનું કામ કરે છે. જો કે આ સમસ્યામાં લો ફેટ દૂધનું સેવન કરવું જોઈએ.
માનસિક સ્વાસ્થ્ય રહે છે સારું
માનસિક સ્વાસ્થ્ય માટે દૂધને સૌથી સારું માનવામાં આવે છે. દૂધનું સેવન અલ્ઝાઈમરનું જોખમ ઘટાડે છે. તેના માટે નાસ્તામાં ઓટ્સ સાથે થોડું દૂધ લેવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધ વધતી ઉમરે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સારું માનવામાં આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos