નવી દિલ્હીઃ શું તમે વિચાર્યું છે કે રેડ વાઈન થી ખરતા વાળ અને ડેન્ડ્રફ ની સમસ્યા દૂર થઈ શકે છે. વાળને સ્વસ્થ રાખવા માટે લોકો ઘણા બધા ઉપાયો કરતા હોય છે. ક્યારે મહેંદી લગાવે છે. તો ક્યારેક ડુંગળીનો રસ  અથવા તો નારિયલ નું તેલનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ વાળની સમસ્યાને દૂર કરવા  માટે રેડ વાઈન લગાવી શકાય છે. રેડ વાઈન માં રેસેવેરેટ્રોલ હોય છે. જે વાળની સમસ્યા જેવી કે ખરતા વાળ, પાતળા અને નબળા વાળ  વગેરે સમસ્યાઓને દૂર કરે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેડ વાઈન ના ઉપયોગથી માથા પરની ચામડી ખુલશે:
જો તમારે  અડધો કપ રેડ વાઈન લઈને 2 ચમચી લસણ ને તેમાં મિક્સ કરીને આખી રાત રાખો. સવારે તેને વાળમાં લગાવી દો. દિવસમાં 2 વાર આવું કરો. જેથી માથા પર થતી ખંજવાળ મા રાહત મળશે.

ડેન્ડ્રફ ની સમસ્યા દૂર કરવા માટે રેડ વાઈન  છે ઉપયોગી:
જો તમારે પણ ડેન્ડ્રફ ની સમસ્યા છે તો તમે પણ 1 કપ રેડ વાઈનમાં 1 કપ પાણી મિક્સ કરીને વાળ પર મસાજ કરો. ત્યાર પછી વાળમાં શાવર કેપ થી ઢાંકી લો. અને અડધા કલાક પછી શેમ્પૂથી કરી લો. અને આવું સપ્તાહમાં 2 વાર કરો.
 
રેડ વાઈન થી ખરતા વાળની સમસ્યા થશે દૂર:
જો તમારે ખરતા વાળની સમસ્યાથી હેરાન થાવ છો તો તેનો ઉપાય જરૂરી છે. કેમ કે સતત ખરતા વાળથી ટાલ પડી જાય છે. ખરતા વાળને રોકવા માટે 1 કપ રેડ વાઈન વાળ પર લગાવો. અને એના સિવાય વાળમાં 10-15 મિનિટ મસાજ કરો.

વાળ ના જથ્થા માં વધારો કરવા માટે રેડ વાઈન લગાવો:
જો તમારે તમારા વાળ ના જથ્થા ને વધારવા માગો છો તો 2 ઈંડાની સાથે 2 ચમચી નારિયલ નું તેલ  અને ઓલિવ તેલ મિક્સ કરો. જેના પછી તેમા રેડ વાઈન મિક્સ કરો. જેના પછી તેને વાળમાં લગાવો. અને અડધા કલાક સુધી વાળમાં લગાવી રાખો. જેના પછી શેમ્પૂ કરી લો. અઠવાડિયામાં એક વાર આવું કરવાથી વાળનો જથ્થો વધે.