Health Tips: શિયાળામાં શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે આ ઋતુમાં શરીરનું ધ્યાન ન રાખો તો શરદી ઉધરસ સહિત ઘણી બધી બીમારીઓ ઘેરી વળે છે. બીમારીઓ થવા ઉપરાંત શરીરમાંથી એનર્જી પણ ઘટી જાય છે અને શરીરમાં સતત સુસ્તી લાગે છે. તેથી જ શિયાળામાં કેટલીક વસ્તુઓનું સેવન નિયમિત કરવું જોઈએ. જો તમે આ વસ્તુઓને નિયમિત ખાવાનું રાખો છો તો શરીરને અંદરથી ગરમી મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરે છે રસોડાની આ વસ્તુઓ, સાંધાના દુખાવા અને સોજા થશે દુર


શિયાળામાં ઠંડી હવાથી બચવા માટે લોકો ગરમ કપડાં તો પહેરે છે પરંતુ શરીર માટે જરૂરી અંદરની ગરમી ખોરાકથી જ મળે છે. તેથી જ શરીરને અંદરથી ગરમી મળે તેવા ખોરાકનું સેવન કરવું શિયાળામાં જરૂરી હોય છે. તેથી જ તમે શિયાળામાં કેટલીક વસ્તુઓ ખાવાનું રાખો તે જરૂરી થઈ જાય છે.  તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન શિયાળામાં કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો.


આ પણ વાંચો: Headache: આ 4 વસ્તુઓ ખાશો તો ભયંકરમાં ભયંકર માથાનો દુખાવો પણ દવા વિના થશે દુર


ગોળ


શિયાળામાં રોજ ગોળનું સેવન કરવું જોઈએ. કારણ કે ગોળ શરીરને ગરમી આપે છે અને સાથે જ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. ગોળનું સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.


લીલા શાકભાજી


શિયાળાની ઋતુમાં અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી માર્કેટમાં મળવા લાગે છે. આ ઋતુમાં મળતા દરેક લીલા શાકભાજીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ શાકભાજી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. 


આ પણ વાંચો: Health Tips: શિયાળામાં રોજ એક મુઠ્ઠી પલાળેલા ચણા ખાશો તો નહીં આવે હાર્ટ એટેક


હળદર


હળદરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ અને ફાઇબર હોય છે તેનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે અને સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. હળદરના ઔષધીય ગુણ શરીરને વાયરલ બીમારીઓથી બચાવે છે.


આદુ અને તુલસી


શિયાળામાં તમે આદુ અને તુલસીનો ઉકાળો પણ પી શકો છો. આ બંને વસ્તુઓનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક છે કારણ કે બંને વસ્તુઓની તાસીર ગરમ હોય છે અને તે શરીરને જરૂરી ગરમી પૂરી પાડે છે તેમ જ રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.


આ પણ વાંચો: Cardiac Arrest: કાર્ડિયક અરેસ્ટમાં પુરુષો અને મહિલાઓમાં જોવા મળે છે અલગ અલગ લક્ષણ


શક્કરીયા


શિયાળામાં શક્કરીયા સરળતાથી મળે છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે આ એક એવું સુપર ફૂડ છે જેને ખાવાથી શરીર નિરોગી રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)