Cardiac Arrest: કાર્ડિયક અરેસ્ટમાં પુરુષો અને મહિલાઓમાં જોવા મળે છે અલગ અલગ લક્ષણ, જાણો કેવી રીતે બચાવવો જીવ

Heart Attack Symptoms: જોકે હાર્ટ એટેકની વાત આવે તો લોકો કાર્ડિયક એરેસ્ટ અને હાર્ટ એટેકને એક જ માની બેસે છે. પરંતુ હાર્ટ સંબંધિત આ બંને સમસ્યા અલગ અલગ છે. તેવી જ રીતે પુરુષો અને મહિલાઓ માટે તેના લક્ષણો પણ અલગ અલગ જોવા મળે છે. આજે તમને જણાવીએ કે કાર્ડિયક અરેસ્ટના લક્ષણો પુરુષો અને મહિલાઓમાં કેવા હોય છે.

Cardiac Arrest: કાર્ડિયક અરેસ્ટમાં પુરુષો અને મહિલાઓમાં જોવા મળે છે અલગ અલગ લક્ષણ, જાણો કેવી રીતે બચાવવો જીવ

Heart Attack Symptoms: હાર્ટ એટેકના કેસ દિવસેને દિવસે શોધી રહ્યા છે. નાની ઉંમરમાં લોકોને હાર્ટ અટેક આવે છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે તેનું કારણ લોકોને ખરાબ જીવનશૈલી હોય છે. હાર્ટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે પરંતુ લોકો તેના પર સમયસર ધ્યાન આપતા નથી જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. પરિણામે નાની ઉંમરના યુવાનોને પણ હાર્ટ એટેક આવ્યાના કેસ વધતા જોવા મળે છે. જોકે હાર્ટ એટેકની વાત આવે તો લોકો કાર્ડિયક એરેસ્ટ અને હાર્ટ એટેકને એક જ માની બેસે છે. પરંતુ હાર્ટ સંબંધિત આ બંને સમસ્યા અલગ અલગ છે. તેવી જ રીતે પુરુષો અને મહિલાઓ માટે તેના લક્ષણો પણ અલગ અલગ જોવા મળે છે. આજે તમને જણાવીએ કે કાર્ડિયક અરેસ્ટના લક્ષણો પુરુષો અને મહિલાઓમાં કેવા હોય છે.

શું છે કાર્ડિયક અરેસ્ટ? 

કાર્ડિયક અરેસ્ટમાં હૃદય અચાનક જ બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે જેના કારણે શરીરના અંગોમાં ઓક્સિજન અને બ્લડની સપ્લાય અટકી જાય છે. કાર્ડિયક અરેસ્ટની થોડી જ મિનિટોમાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. હાર્ટ એટેક કરતાં પણ કાર્ડિયક અરેસ્ટ ખતરનાક સાબિત થઈ શકે છે. જોકે તેના લક્ષણોને સમયસર ઓળખીને સારવાર લેવામાં આવે તો સ્થિતિ કંટ્રોલમાં આવી શકે છે. 

મહિલાઓમાં કાર્ડિયક અરેસ્ટના લક્ષણ

શ્વાસ લેવામાં સમસ્યા 
પેટમાં દુખાવો 
ઉલટી 
બેચેની થવી 
બેભાન થઈ જવું 
છાતીમાં બળતરાનો અનુભવ.

પુરુષોમાં કાર્ડિયક અરેસ્ટના લક્ષણ

છાતીમાં દુખાવો 
શરીર બેજાન થઈ જવું 
અચાનક પરસેવો વળવો
શ્વાસ લેવામાં તકલીફ થવી 
ચક્કર આવવા

જ્યારે વ્યક્તિને કાર્ડિયક અરેસ્ટની સમસ્યા થાય છે તો ધબકારા 300 થી લઈ 400 સુધી પહોંચી જાય છે, જેના કારણે હૃદય કામ કરવાનું બંધ કરી દે છે અને શરીરમાં ઓક્સિજન અને બ્લડની સપ્લાય અટકી જાય છે. આવી સ્થિતિમાં જો તુરંત સારવાર ન મળે તો વ્યક્તિનો જીવ જતો રહે છે. તેથી ઉપરોક્ત કોઈપણ લક્ષણ કોઈપણ વ્યક્તિને જોવા મળે તો તેના લઈને બેદરકાર ન રહેવું અને સારવાર કરાવવી. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news