Health Tips: શિયાળાની શરૂઆત થાય એટલે માર્કેટમાં વિવિધ પ્રકારના શાકભાજી મળવા લાગે છે. શિયાળામાં મળતી કેટલીક વસ્તુ તો એવી હોય છે જેનું સેવન કરવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આવી જ કેટલીક વસ્તુઓમાંથી એક છે લીલા ચણા. લીલા ચણા શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળે છે. લીલા ચણા વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. શિયાળા દરમિયાન લીલા ચણા લોકો શેકીને પણ ખાતા હોય છે. આ સિવાય લીલા ચણાના વિવિધ પકવાન પણ બને છે. કોઈપણ રીતે જો તમે લીલા ચણાને ડાયટમાં સામેલ કરો છો તો તેનાથી શરીરને પાંચ સૌથી મોટા ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips: આ કામ કરી લેશો તો 24 કલાક કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર


લીલા ચણા પ્રોટીન વિટામીન એ, વિટામીન સી, વિટામીન બી કોમ્પલેક્ષથી ભરપુર હોય છે. તેમાં ફાઇબર, આઇરન, ફોલેટ, સોડિયમ, પોટેશિયમ જેવા તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એવા બધા જ પોષક તત્વો હોય છે જે શરીરને હેલ્ધી રાખવા માટે જરૂરી હોય છે. ખાસ વાત છે કે લીલા ચણાને તમારે પલાળવા પડતા નથી તેનો ઉપયોગ તમે ડાયરેક્ટ કરી શકો છો. લીલા ચણાને કાચા પર ખાઈ શકાય છે. તો ચાલો તમને જણાવીએ શિયાળામાં લીલા ચણા ખાવાથી થતા પાંચ ફાયદા વિશે.


ચણા ખાવાથી થતા ફાયદા


આ પણ વાંચો: Healthy Food: બાળકોને ખાલી પેટ ખવડાવશો આ 5 હેલ્ધી વસ્તુઓ તો બીમારીઓ તેનાથી રહેશે દુર


1. લીલા ચણાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે. સાથે જ તે વાયરલ સંક્રમણ થવાના જોખમને પણ ઘટાડે છે. 


2. લીલા ચણામાં ઘુલનશીલ ફાઇબર હોય છે. જે બ્લડ સુગરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી બ્લડમાં ગ્લુકોઝ અને લિપિડ પ્રોફાઈલ પર સકારાત્મક અસર થાય છે. તેનાથી ટાઈપ ટુ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 


3. લીલા ચણામાં જે ફાઇબર હોય છે તે પાચન સુધારે છે. તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે અને પાચન તંત્ર સારું રહે છે. 


આ પણ વાંચો: Sweet Potato: બાફેલા શક્કરિયા છે સ્વાસ્થ્યનો ખજાનો, ખાવાથી થશે આટલા ફાયદા


4. લીલા ચણા વિટામીન એ થી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. લીલા ચણા ખાવાથી આંખમાં થતી ઘણી બધી સમસ્યાથી બચી શકાય છે. 


5. લીલા ચણામાં એવા તત્વ હોય છે જે મગજની કોશિકાઓને મુક્ત કણોથી થતા નુકસાનથી બચાવે છે. લીલા ચણા ખાવાથી યાદશક્તિ પણ સુધરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)