Sweet Potato: બાફેલા શક્કરિયા છે સ્વાસ્થ્યનો ખજાનો, ખાવાથી થશે આટલા ફાયદા

Sweet Potato: શક્કરિયા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તમે બાફેલા શક્કરિયા ખાવ છો તો શરીરને ભરપૂર માત્રામાં વિટામીન એ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વ મળે છે. 

Sweet Potato: બાફેલા શક્કરિયા છે સ્વાસ્થ્યનો ખજાનો, ખાવાથી થશે આટલા ફાયદા

Sweet Potato: શક્કરિયા જમીનની અંદર ઊગતું શાક છે. શક્કરિયા ઘણા લોકોને પસંદ હોય છે. શક્કરિયાનો ઉપયોગ બટેટાની જેમ જ કરવામાં આવે છે. શક્કરિયાનો સ્વાદ મીઠો હોય છે અને તેનું ટેક્ષ્ચર ક્રીમી હોય છે. માર્કેટમાં તમને અલગ અલગ રંગના શક્કરિયા મળશે. શક્કરિયા ભૂરા, પર્પલ અને નારંગી રંગના હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે બાફેલા શક્કરિયા ખાય છે તો તેના સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. 

બાફેલા શક્કરીયા ખાવાથી થતા ફાયદા

1. શક્કરિયા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તમે શક્કરિયા ખાવ છો તો શરીરને ભરપૂર માત્રામાં વિટામીન એ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વ મળે છે. 

2. શરીરને નીરોગી અને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. જો ઈમ્યુનિટી નબળી હોય તો વ્યક્તિ વારંવાર બીમારી પડે છે. જો તમે શિયાળામાં રોજ બાફેલા શક્કરિયા ખાશો તો ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શરદી, ઉધરસ, ફ્લૂ જેવી અન્ય વાઇરલ બીમારીઓ થવાનું જોખમ ઘટી જશે. 

3. બાફેલા શક્કરિયામાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે બાઉલ મોમેન્ટને રેગ્યુલેટ કરે છે અને સરળ બનાવે છે. તેનાથી ડાયજેશન પણ સુધરે છે. જે લોકોને કબજિયાત, ગેસ કે એસીડીટી રહેતી હોય તેમને બાફેલા શક્કરિયા ખાવા જોઈએ. 

4. ભારતમાં હાર્ટ પેશન્ટની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આ સ્થિતિથી બચવા માટે પણ શક્કરીયા તમને મદદ કરી શકે છે. શક્કરીયામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને હાર્ટ એટેકનું રિસ્ક ઘટાડે છે.

5. શક્કરીયા સ્વાદમાં મીઠા હોય છે પરંતુ શક્કરિયામાં કેલેરી ખૂબ ઓછી અને ફાઇબર વધારે હોય છે.  શક્કરીયા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેના કારણે તમે ઓવરિટિંગ કરવાથી બચો છો અને ધીરે ધીરે વજન ઘટવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news