હાર્ટ, લીવર, ડાયાબિટીસ, કેન્સર, સુગર કંટ્રોલ માટે રામબાણ શાક! 4 મહિના ખાઓ, રહો 12 મહિના ફીટ
મિત્રો શિયાળો આવી રહ્યો છે. શિયાળો એટલે ખાવા-પીવાની મૌસમ. કહેવાય છેકે, શિયાળાના 4 મહિના દબાઈને ખાઓ લીલા શાકભાજી અને સારા ફળફળાદી...આખું વર્ષ આ ખોરાક તમારા શરીરને રાખશે તરોતાજા...
Health Care: શિયાળાની મૌસમ એટલે સ્વાસ્થ્યની સિઝન. શિયાળો એટલે ફિટનેસના ચાર મહિના. શિયાળો એટલે આખા 12 મહિના શરીરને ઈંધણ પ્રોપર મળે તે માટેની સિઝન...શિયાળો આવી રહ્યો છે એટલે ઠંડીની સિઝનમાં ખાણી-પીણીની પણ એટલી જ મજા હોય છે. કારણકે, શિયાળાના ચાર મહિના આપણને એકદમ ફ્રેશ અને અનનવી શાકભાજી અને ફળફળાદી મળતા હોય છે. જો તમે આ ચાર મહિના તમારા શરીરનું ધ્યાન રાખશો અને યોગ્ય ખોરાકના સેવન સાથે નિયમિત કસરત કરશો તો બાકી 8 મહિના તમારું શરીર સ્વસ્થ અને મસ્ત રહેશે.
સ્વાદમાં તૂરો લાગતો મૂળો શિયાળો આવતાંની સાથે જ ઘરે- ઘરે પહોંચી જાય છે. પરંતુ જો તમે પણ મૂળાને જોઈને મોઢું બગાડતા હોવ છો તો તમારે તેના ફાયદા ચોક્કસ જાણવા જોઈએ. મૂળામાં ઔષધિક ગુણોનો ભંડાર રહેલો છે. જે તમને અઢળક ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. મહત્વનું છે કે મૂળામાં રહેલાં ફાઈટોકેમિકલ્સ આપણને કેટલીય બીમારીઓથી દૂર રાખે છે.
શિયાળો આવતા જ શાકભાજી માર્કેટમાં મોસમી ફળો અને શાકભાજી આવી જાય છે. મોસમી ફળો અને શાકભાજીમાં મૂળાનો સમાવેશ થાય છે. મૂળાને કાચી, રાંધીને અને અથાણાના રૂપમાં પણ ખાઈ શકાય છે. મૂળામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. મૂળા ખાવાથી હૃદય રોગનો ખતરો ઓછો થાય છે અને લોહીનો પ્રવાહ સારો રહે છે. મૂળા ખાવાથી શું થાય છે ફાયદા જાણો...
1. લીવર માટે ફાયદાકારક-
મૂળામાં એવા સંયોજનો હોય છે જે લીવરને ડિટોક્સિફાય કરવામાં અને તેને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
2. હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક-
મૂળામાં એન્ટીઓક્સીડેન્ટ અને કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદય રોગના જોખમને અટકાવે છે. મૂળા કુદરતી નાઈટ્રેટ્સનો પણ સારો સ્ત્રોત છે જે રક્ત પ્રવાહમાં સુધારો કરે છે.
3. પેનક્રિયાઝ અને પાચન તંત્રનું રાખે છે ધ્યાન-
મૂળામાં ફાયબર હોય છે, જે ખોરાકને પચાવવામાં મદદરૂપ હોય છે. મૂળો ખાવાથી અપચો કે કબજિયાત થતી નથી. પેનક્રિયાઝનું પણ ખુબ ધ્યાન રાખે છે આ શાકભાજી.
4. કેન્સરથી બચાવે છે-
મૂળા ગ્લુકોસિનોલેટ્સમાં સમૃદ્ધ છે - એક સલ્ફર સંયોજન જે કોષોને આનુવંશિક પરિવર્તનથી રક્ષણ આપે છે જે કેન્સરનું કારણ બને છે. એટલું જ નહીં, તે ગાંઠના કોષોને પણ બનવા દેતું નથી.
5. ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે-
મૂળામાં રાસાયણિક સંયોજનો હોય છે, જે લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરે છે. મૂળા ખાવાથી શરીરમાં કુદરતી એડિપોનેક્ટીન (પ્રોટીન હોર્મોન) બને છે. શરીરમાં તેનું પ્રમાણ વધુ હોવાને કારણે શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે, જેના કારણે ડાયાબિટીસ થતો નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)