30 વર્ષની ઉંમરે દરેક મહિલાએ કરાવવા પડશે આ 10 ટેસ્ટ, બીમારીઓથી રહેશે જોજનો દૂર
મહિલાઓની ઉંમર વધવાની સાથે તેમના શરીરમાં કેટલાક બદલાવ આવવા લાગે છે. આ ફેરફારો તેમના દેખાવ, હાડકાં, હોર્મોન્સ અને એકંદરે આરોગ્યમાં થઈ શકે છે. 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓના હાડકાં નબળા થવા લાગે છે. તેમના હોર્મોન્સમાં અસંતુલન આવવા લાગે છે. સ્નાયુઓની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે અને પ્રજનન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં વૃદ્ધત્વ સાથે શરીરની તંદુરસ્તી જાળવી રાખવી અને આ ફેરફારો માટે તૈયાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી ઉંમર 30 વર્ષથી વધુ છે તો તમારે મહત્વપૂર્ણ પરીક્ષણો કરાવવા જોઈએ, જેથી તમે સ્વસ્થ અને ફિટ રહી શકો.
Important Health Checkup for Women: મહિલાઓની ઉંમર વધવાની સાથે તેમના શરીરમાં કેટલાક બદલાવ આવવા લાગે છે. આ ફેરફારો તેમના દેખાવ, હાડકાં, હોર્મોન્સ અને એકંદરે આરોગ્યમાં થઈ શકે છે. 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓના હાડકાં નબળા થવા લાગે છે. તેમના હોર્મોન્સમાં અસંતુલન આવવા લાગે છે. સ્નાયુઓની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે અને પ્રજનન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં વૃદ્ધત્વ સાથે શરીરની તંદુરસ્તી જાળવી રાખવી અને આ ફેરફારો માટે તૈયાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી ઉંમર 30 વર્ષથી વધુ છે તો તમારે મહત્વપૂર્ણ પરીક્ષણો કરાવવા જોઈએ, જેથી તમે સ્વસ્થ અને ફિટ રહી શકો.
થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ : થાઇરોક્સિન (T4) અને ટ્રાઇઓડોથાયરોનિન (T3), થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પાદિત બે મુખ્ય હોર્મોન્સ છે, જે શરીરના ચયાપચયને નિયંત્રિત કરે છે. જો આ હોર્મોન્સ સામાન્ય કરતાં વધુ કે ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, તો તેને અનુક્રમે હાઇપરથાઇરોડિઝમ અને હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ હોય છે. થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ દ્વારા, તમે જાણી શકો છો કે તમારા શરીરમાં થાઇરોઇડ હોર્મોન્સનું સ્તર સામાન્ય છે કે નહીં.
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
આ પણ વાંચો: રોટલીને જ બનાવી દીધી કેક, મોટા ભાઈએ હેપ્પી બર્થડે ગીત ગાયું, જુઓ લાગણીસભર વીડિયો
પેપ સ્મીયર ટેસ્ટ અને પેલ્વિક તપાસ : પેપ સ્મીયર ટેસ્ટમાં સર્વિક્સના કોષોની તપાસ કરીને એ જાણવા મળે છે કે સ્ત્રીમાં સર્વાઈકલ કેન્સરની શક્યતા છે કે કેમ. આ ટેસ્ટ દ્વારા સર્વાઈકલ કેન્સરનું ખૂબ જ ઝડપથી નિદાન કરી શકાય છે. આનો સમયસર ઈલાજ થઈ શકે છે. આ ઉપરાંત પેલ્વિક પરીક્ષામાં સ્ત્રીના પ્રજનન અંગો જેવા કે વલ્વા, ગર્ભાશય, યોનિ, અંડાશય વગેરેની તપાસ કરવામાં આવે છે. તમામ મહિલાઓને સલાહ આપવામાં આવે છે કે 21 વર્ષની ઉંમર પછી, તેઓએ દર બે કે ત્રણ વર્ષે નિયમિત પેલ્વિક તપાસ અને પેપ સ્મીયર ટેસ્ટ કરાવવો જોઈએ.
મેમોગ્રામ ટેસ્ટ: મેમોગ્રામમાં ડૉક્ટર સ્તનોની તપાસ કરીને સ્તન કેન્સર શોધી કાઢે છે. 40 વર્ષની ઉંમર પછીની મહિલાઓને સ્તન કેન્સર થવાની સંભાવના વધુ હોય છે. જો કે, સમયસર નિદાન સ્ત્રીનું જીવન બચાવી શકે છે. જો કેન્સર ફેલાય એ પહેલા સારવાર કરવામાં આવે તો દર્દીના બચવાની શક્યતા ઘણી વધી જાય છે. આ માટે મેમોગ્રામ ખૂબ જ ઉપયોગી છે, જે કેન્સરના પ્રારંભિક નિદાનમાં મદદ કરે છે.
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો: Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
આ પણ વાંચો: Career: 12મા ધોરણ પછી Gaming Industryમાં કરિયર બનાવો, લાખોના પગારની મળશે નોકરી
બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ચેકઅપ: જો તમે તમારી ઉંમર 30 વર્ષની છે તો તમારા કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. 20 વર્ષની ઉંમર પછી દરેક પુખ્ત વ્યક્તિએ દર બે વર્ષે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ. તમે ગમે તેટલા સ્વસ્થ અનુભવો છો, તમારે તમારા કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જ જોઈએ. જો વધારે વજન કે ડાયાબિટીસ હોય તો કોલેસ્ટ્રોલ વધવાની શક્યતાઓ વધી જાય છે.
કેલ્શિયમ અને વિટામીન ડી ટેસ્ટ: ઓસ્ટીયોપોરોસીસને કારણે હાડકાંને નબળા પડતા અટકાવવા માટે, એ મહત્વનું છે કે તમે તમારી હાડકાની ડેંસિન્ટીને યોગ્ય રીતે જાળવી રાખો. ઑસ્ટિયોપોરોસિસ એક એવો રોગ છે, જે સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં મહિલાઓમાં જોવા મળે છે. તંદુરસ્ત હાડકાં જાળવવા માટે તમારા વિટામિન ડી અને કેલ્શિયમ સ્તરનું નિરીક્ષણ કરો. નિયમિત ચેકઅપ દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમને વિટામિન ડી સપ્લીમેન્ટ્સની જરૂર છે કે નહીં.
આ પણ વાંચો: હાઈ બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડે છે આ નાના દાણા, કેન્સર અને હૃદયનો રોગ પણ રહે છે દૂર
આ પણ વાંચો: ઘડપણમાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાનું કરો રોકાણ, દર મહિને મળશે 20 હજારનું પેન્શન
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
બ્લડ શુગર લેવલ તપાસવું પણ જરૂરી છેઃ ઉપરોક્ત હેલ્થ ચેકઅપ સિવાય મહિલાઓએ બ્લડ સુગર, ત્વચામાં થતા ફેરફારો પર પણ ધ્યાન આપવું જોઈએ, કારણ કે 30 વર્ષની ઉંમર પછી નવા મસા, તલ થવા સામાન્ય વાત છે. ઉપરાંત દર 6 મહિને તમારું સંપૂર્ણ શરીરનું ચેકઅપ કરાવવાનું ભૂલશો નહીં.
આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: Isha Ambani House: 450 કરોડ રૂપિયા છે ઈશા અંબાણીના આલીશાન ઘરની કિંમત, 3D ડાયમંડ થીમમાં કરાયું છે ડિઝાઇન ; જુઓ અંદરના ફોટા
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube