ઝી બ્યૂરો, અમદાવાદઃ માતાનું દૂધ એટલે કે બ્રેસ્ટ મિલ્ક એ બાળક માટે સંપૂર્ણ આહાર છે. જન્મ પછીના પ્રથમ 6 મહિના સુધી નવજાતને ફક્ત બ્રેસ્ટ મિલ્ક જ આપવામાં આવે છે. છ મહિના બાદ બાળકને ઉપરનો ખોરાક આપવાનું શરૂ કરવામાં આવે છે. જો 6 મહિના બાદ માતાને ધાવણ આવતુ હોય તો તેનો ઉપયોગ કરીને બાળક માટે પૌષ્ટીક વાનગી બનાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેસ્ટ મિલ્કથી શિશુ માટે બનાવો હેલ્દી રેસિપી
બાળક માટે જો કંઈ શ્રેષ્ઠ છે, તો તે છે માતાનું દૂધ. માતાના દૂધ એટલે કે બ્રેસ્ટ મિલ્કમાં બાળકને તમામ પૌષ્ટીક તત્વો મળી રહે છે. બ્રેસ્ટ મિલ્કમાં પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામિન, ચરબી, એન્ટિબોડીઝ અને પ્રોબાયોટિક્સ હોય છે જે બાળકના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. બાળક માતાના દૂધ સિવાય ઉપરનો આહાર લેતો થાય તે પછી પણ માતાનું દૂધ આપી શકાય છે. તમે વિચારશો કે, ફક્ત સ્તનપાન અથવા બોટલ દ્વારા જ બાળકને દૂધ આપી શકાય છે. પરંતુ એમ નથી હોતુ. ગુણકારી અને પોષક તત્વોથી ભરપુર બ્રેસ્ટ મિલ્કનો ઉપયોગ બાળકો માટે ઘણી તંદુરસ્ત વાનગીઓ બનાવવા માટે થઈ શકે છે. જેના વિશે અહીં જણાવવામાં આવ્યું છે.


ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ કહેવાતા ખલીલ ધનતેજવીના ચૂંટેલા 10 શેર


બ્રેસ્ટ મિલ્ક યોગર્ટ
દૂધની બોટલ અથવા વાસણમાં ગરમ પાણી મૂકીને પહેલા બ્રેસ્ટ મિલ્કને નવશેકું ગરમ કરી લો. પાણી ગરમ જ હોવું જોઈએ, ઉકળતુ નહીં. હવે દૂધની બોટલને શેક કરીને દૂધને એક નાના બાઉલમાં રેડવું. તેમાં બે ચમચી દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે તેને કોઈ ચોખ્ખા વાસણમાં નાંખો અને તેને ઈન્સ્યુલેટેડ કૂલરમાં રાખો. કુલરની અંદર વાસણની આસપાસ 120 ડિગ્રી ફેરનહિટ જેટલું ગરમ પાણી રેડવું. આ મિશ્રણને ચારથી આઠ કલાક સુધી સેટ થવા દો. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટનો પાવડર નાંખો અને બાળકને ખવડાવો.


બ્રેસ્ટ મિલ્ક દલિયા
આ માટે તમારે 1/4 કપ ઓટ્સ પાઉડર, એક કપ બ્રેસ્ટ મિલ્ક, 4 ચમચી છૂંદેલી કેરી, 2 ચમચી છૂંદેલા બટાટા, 1 ચમચી ડ્રાયફ્રૂટનો પાવડર અને એક ચપટી તજ પાઉડરની જરૂર પડશે.
સૌ પ્રથમ દૂધની બોટલને નવશેકા પાણીમાં મૂકીને દૂધ ગરમ કરી લો. હવે એક વાટકીમાં આ દૂધને નાંખો અને તેમાં ડ્રાયફ્રૂટનો પાવડર, તજ પાઉડર અને ઓટ્સ ઉમેરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ છૂંદેલા કેરી અને બટાટાને ઉમેરી મિક્સ કરી દો અને બાળકને ખવડાવો.


ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી... 


અખરોટ અને કેળાનો આઈસ્ક્રીમ
આ માટે, તમારે જોઈશે અડધો કપ બ્રેસ્ટ મિલ્ક, 1/4 કપ કેળાની પ્યુરી, એક ચમચી ખાંડ, એક ચમચી અખરોટ (બારીક સમારેલા), અડધી ચમચી વેનીલા બીન પેસ્ટ અને ચાર કપ બરફ.
અખરોટ સિવાય દરેક વસ્તુને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો અને જાડી પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને બાઉલમાં નાંખો અને તેમાં અખરોટ ઉમેરો. હવે તેને ઓછામાં ઓછા બે કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકી દો. તેમાંથી થોડો આઈસ્ક્રીમ નીકાળીને બાળકોને ખવડાવી શકો છો. તૈયાર થયેલો આ આઈસ્ક્રીમ બે દિવસ સુધી બાળકને ખવડાવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube