આજે World Hepatitis Day છે. દર વર્ષે લાખો લોકો હેપેટાઈટિસ-B અને Cનો શિકાર થાય છે. હેપેટાઈટિસ એક ગંભીર બીમારી છે અને તેના કારણે દર વર્ષે 28 જુલાઈએ વિશ્વમાં હેપેટાઈટિસ વિશે લોકોમાં જાગૃતા વધે તે માટે હેપેટાઈટિસ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે 'આઈ કાંટ વેટ' હેપેટાઈટિસ ડેની ઉજવણી થઈ રહી છે. આ થીમનો ઉદ્દેશ છે હવે બેસીને ઈન્તજાર ન કરવો જોઈએ. પરંતુ વર્ષ 2030 સુધીમાં આ બીમારીને ઉખાડીને ફેંકી દેવાનો છે. જન્મ પછી બાળકોને હેપેટાઈટિસની રસી આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે ફેલાય છે હેપેટાઈટિસ?
શરીરમાં પોષક તત્વોને પ્રોસેસ કરતા અંગોમાં સોજા આવી જાય છે. લોહીનું ફિલ્ટર કરતા અને સંક્રમણ સામે લડતા અંગો ડેમેજ થાય છે. એટલે કે આ એક અંગ લીવર છે. લીવરમાં આવતા સોજાને હેપેટાઈટિસ કહેવામાં આવે છે. જ્યારે લીવરમાં સોજા કે પછી ડેમેજ થાય છે તો લીવરનું કાર્ય પ્રભાવિત થાય છે. વધારે દારૂ પીવાથી, અખાદ્ય પદાર્થ, કેટલીક દવાઓ અને કેટલીક મેડિકલ સ્થિતિઓને કારણે હેપેટાઈટિસની સમસ્યા પેદા થાય છે.


હેપેટાઈટિસ ખાસ કરીને ગંદા પાણી અને ભોજનના સેવનથી શરૂ થાય છે. હેપેટાઈટિસ-A, Eના ઈન્ફેક્શનની શરૂઆત દુષિત પાણી અને દુષિત ભોજનથી શરૂ થાય છે. આ સિવાય ખુલ્લામાં શૌચક્રિયા, હાથ ન ધોવા અને સાફ સફાઈના અભાવે હેપેટાઈટિસ તેજ ગતિથી ફેલાવનું શરૂ કરી દે છે. તો હેપેટાઈટિસ-B અને C સંક્રમિત વ્યક્તિને લગાવવામાં આવેલા ઈન્જેક્શનને અન્ય કોઈ વ્યક્તિને ફરીથી લગાવવાથી થાય છે. હેપેટાઈટિસ-Bથી સંક્રમિત દર્દીનું લોહી અન્ય કોઈ વ્યક્તિને ચડાવવાથી પણ ફેલાય છે. હેપેટાઈટિસ-B અને C સંક્રમિત વ્યક્તિ જો યૌન સંબંધ બાંધે તો પણ ફેલાય છે. હેપેટાઈટિસથી સંક્રમિત થાય બાદ વ્યક્તિનું સૌથી પહેલા લિવર ખરાબ થવાનું શરૂ થઈ જાય છે. સંક્રમણની શરૂઆતમાં વ્યક્તિને લીવરમાં સોજો આવે છે અને ધીરે ધીરે લીવર ખરાબ થઈ જાય છે.


શું છે હેપેટાઈટિસના લક્ષણ?
1- પીળિયો
2- પેશાબનો રંગ બદલાઈ જવો
3- પેટમાં દુઃખાવો અને સોજો
4- ભૂખ ઓછી લાગવી
5- વજનમાં ઘટાડો
6- ઉબકા-ઉલટી
7- વધારે થાક લાગવો


(Disclaimer: લેખમાં આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમને કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો. ZEE 24 કલાક કોઈ પુષ્ટિ નથી કરતું.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube