World Sleep Day 2023: જીવનમાં ઉંઘના મહત્વને વિજ્ઞાનમાં ઘણું મહત્વપૂર્ણ જણાવવામાં આવ્યું છે. એ સ્વસ્થ શરીર માટે ઉંઘવું અત્યંત જરૂરી છે. ઉંઘવું શરીર મટે કોઈ ટોનિકથી જરાય ઓછું નથી. આપણે જ્યારે ઉંઘી જઈએ છીએ ત્યારે  આપણું શરીર જ નહીં પરંતુ સ્કિન પણ રિપેરિંગનું કામ કરે છે. ઉંઘવાથી શરીરના મસલ્સ અને સ્કિનના ટિશ્યૂ રિપેર થાય છે. એટલું જ નહીં સૂવાથી વજન ઓછું કરનારા હોર્મોન્સ સક્રિય થાય છે. જો તમે સારી  રીતે ઉંઘ નથી લેતા તો તેનો અર્થ એ છે કે તમને કેટલીક બીમારીઓએ ઘેરી રાખ્યા છે. 17 માર્ચે આખી દુનિયામાં વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરી. ત્યારે આવો જાણીએ કે ઓછું ઉંઘવાથી આપણા શરીરને શું નુકસાન થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટ માટે ખતરો:
પૂરતી ઉંઘ ન લેવાથી સૌથી મોટું નુકસાન હાર્ટ પર થાય છે. ઉંઘવાથી હાર્ટ અને બ્લડ વેસલ્સ રિપેર થાય છે. જો ઘણા સમયથી વ્યક્તિ પૂરતી ઉંઘ નથી લેતો તેને હાર્ટ, કિડની સંબંધિત બિમારી, બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવી સમસ્યા થઈ શકે છે. ઓછી ઉંઘ લેવાથી હાર્ટ અને કિડનીની બિમારીઓને આમંત્રણ મળે છે. આથી જરૂરી છે કે તમે રોજ 7થી 8 કલાક ઉંઘ લો.



મેદસ્વીપણું વધે છે:
ઉંઘ ghrelin અને leptin હોર્મોનને વધારે છે. જેનાથી વજન ઓછું થવામાં મદદ મળે છે. જો તમે ઓછી ઉંઘ લો છો તો વજન વધી જાય છે. ઉંઘને ટાળવાથી કે ઓછું ઉંઘવાથી તમે મેદસ્વીતાનો શિકાર બની શકે છે. જો તમે વજન ઓછી કરવાની પ્રક્રિયામાં છો તો પૂરતી ઉંઘ લો. જ્યારે તમે સૂઈ રહ્યા હોય ત્યારે શરીરને આરામ મળે છે અને સર્ક્યુલેટરી સિસ્ટમ શરીરમાં લોહીનો ફ્લો વધારી દે છે. જેનાથી ત્વચામાં ગ્લો જોવા મળે છે.


યાદશક્તિ પર અસર:
ઓછી ઉંઘ લેવાથી મન ચિડીયાપણાનો શિકાર બને છે. મતિ ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થાય છે. વિશેષજ્ઞ માને છે કે પૂરતી ઉંઘ ન લેવાથી યાદશક્તિ પ્રભાવિત થાય છે. ઓછી ઉંઘ લેવાથી કે ઉંઘ સાથે સમજૂતી કરવાથી તમે પહેલાં વૃદ્ધ બની શકો છો. ઉંઘવાથી માણસની ખૂબસૂરતીમાં નિખાર આવે છે. રાત્રે સારી અને પૂરતી ઉંઘ લેવાથી ત્વચા એકદમ ફ્રેશ અને પ્રફૂલ્લિત રહે છે.


આ પણ વાંચો
જ્યાં જ્યાં વધી રહ્યા છે H3N2 ના કેસ, ત્યાં-ત્યાં કોરોનાની પણ વાપસી
સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું

અંબાજીનાં મોહનથાળનો શું છે વિશાળ ઈતિહાસ, જાણો ક્યાં અને કેવી રીતે બની રહ્યો છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube