Benefits Yellow Foods For Heart:  હૃદય આપણા શરીરનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, તે જીવનની શરૂઆતથી લઈને છેલ્લા શ્વાસ સુધી ધબકતું રહે છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો હાર્ટ એટેક, આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝ જેવા ખતરનાક અને જીવલેણ રોગો થવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે આપણે આપણા રોજિંદા આહારમાંથી તેલયુક્ત ખોરાકને બાકાત રાખીએ અને માત્ર આરોગ્યપ્રદ વસ્તુઓ જ ખાઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ Yellow Foods ખાવાથી હાર્ટ એટેકથી બચી શકાશે


1. કેરી
આપણે ઉનાળાની ઋતુની રાહ જોઈએ છીએ જેથી કરીને આ મીઠા અને સ્વાદિષ્ટ ફળનો આનંદ લઈ શકીએ, એ પણ જાણી લો કે તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોય છે.


2. લીંબુ
લીંબુ એ ઔષધીય ગુણોથી ભરપૂર ખોરાક છે, જેનો ઉપયોગ સલાડથી લઈને લીંબુ પાણી સુધી દરેક વસ્તુમાં થાય છે, તે હૃદયની તંદુરસ્તી સુધારવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.


3. કેળા
આપણી વચ્ચે કદાચ કોઈ એવું હશે જેણે ક્યારેય કેળું ખાધું નથી, તેનું સેવન કરવું જેટલું સરળ છે, તેટલા જ તેના ફાયદા છે. સાધારણ માત્રામાં કેળા ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને હૃદયના સ્વાસ્થ્યને ફાયદો થાય છે


4. પાઈનેપલ 
પાઈનેપલ શું તમે જાણો છો કે તેને ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે. જો કે, વ્યક્તિએ આ વધુ ન ખાવું જોઈએ કારણ કે તે બ્લડ સુગર લેવલને વધારે છે.


5. યલો સિમલા મરચાં
આ ફૂડમાં ફાઈબર, આયર્ન અને ફોલેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે શરીરને ઘણી એનર્જી મળે છે અને સાથે જ શરીરમાં લોહીની કમી પણ નથી રહેતી અને હૃદય પણ સ્વસ્થ રહે છે.


(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
મણિપુરમાં ફરી હિંસા ભડકી, બિષ્ણુપુરમાં મૈતેઈ સમુદાયના 3ની હત્યા, અનેક ઘરો બાળ્યા
આ તારીખ પછી વરસાદનું જોર વધશે, જાણો શું આગાહી કરી છે અંબાલાલ પટેલે

30 હજાર કરોડના કૌભાંડને સ્ક્રીન પર દેખાડશે હંસલ મેહતા, સ્કેમ 2003 નું જુઓ ટીઝર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube