Bad Cholesterol: આપણા શરીરમાં બે અલગ અલગ પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક ગુડ કોલેસ્ટ્રોલ અને એક બેડ કોલેસ્ટ્રોલ. બેડ કોલેસ્ટ્રોલ શરીર માટે ખતરનાક હોય છે તે શરીરની ધમનીઓમાં જામી જાય છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જ જીવલેણ સ્થિતિનું કારણ બની શકે છે. જોકે યોગ્ય લાઇફ સ્ટાઇલ અને ડાયટની મદદથી તમે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો. આજે તમને પાંચ એવા ફળ વિશે જણાવીએ જે બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કાઢવામાં મદદ કરે છે. જો તમે નિયમિત રીતે આ પાંચમાંથી એક ફળ ખાવાનું પણ રાખો છો તો ધીરે ધીરે હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થવા લાગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરતાં 5 ફળ


આ પણ વાંચો: હુંફાળા પાણીમાં મધ મિક્સ કરી પીવાથી અટકશે વધતું વજન, સાથે થશે આ જોરદાર ફાયદા


કેળા 


કેળામાં ફાઇબર અને પોટેશિયમ હોય છે જે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં કારગર સાબિત થાય છે. કેળામાં જે ઘુલનશીલ ફાઇબર હોય છે તે શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. બેડ કોલેસ્ટ્રોલના દર્દીએ રોજ એક કેળું ખાવું જોઈએ.


અનાનસ


અનાનસ વિટામીન અને ખનીજથી ભરપૂર હોય છે. તેમાં રહેલું બ્રોમેન શરીરને બેડ કોલેસ્ટ્રોલથી મુક્ત કરે છે. જો તમને હૃદય સંબંધિત સમસ્યા છે તો અનાનસનું સેવન કરો તેનાથી શરીરમાં બ્લડ ક્લોટ બનતા અટકે છે. 


આ પણ વાંચો: Ragi Flour: ઘઉં કરતાં આ લોટની રોટલી સ્વાસ્થ્ય માટે સારી, ખાવાથી આ 4 બીમારી થશે દુર


લીંબુ


લીંબુમાં એવા એન્જાઈમ હોય છે જે રક્તવાહિનીને સાફ કરે છે. સાથે જ તે મેટાબોલિઝમ પ્રક્રિયાને ઝડપી કરે છે અને બેડ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે. લીંબુનું સેવન કરવાથી બ્લડ પ્રેશર સ્ટ્રોક અને કોલેસ્ટ્રોલ લેવલ વધવાનું જોખમ ઘટે છે. 


પપૈયું


પપૈયું ફાઇબર વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. પપૈયું હાર્ટના પેશન્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. નાસ્તામાં પપૈયાનું સેવન કરવાથી શરીરમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ ધીરે ધીરે નીકળવા લાગે છે.


આ પણ વાંચો: બાફેલા ઈંડા ખાવાથી શરીરને થતા આ ફાયદા વિશે જાણી તમે પણ ખાવાની કરી દેશો શરુઆત


પેશન ફ્રુટ


પેશન ફ્રુટ જેને કૃષ્ણ ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે તે વિટામીન એ અને વિટામિન સીથી ભરપૂર હોય છે. જો તમે રોજ એક કૃષ્ણ ફળનું સેવન કરો છો તો શરીરમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ ઓછું થવા લાગે છે અને શરીરની નસો ખુલવા લાગે છે. કૃષ્ણ ફળ ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં પણ મદદ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)