Malai Health Benefits: તમે મોટા ભાગે મમ્મીને વાસણમાંથી મલાઈની પરતને એક બરણી કે ડબ્બામાં ભેગી કરતા જોઈ હશે. દૂધની પૌષ્ટિકતા વિશે તો આપણે બધા પરિચિત છીએ. પરંતુ શું તમે જાણો છો કે દૂધમાંથી નીકળતી મલાઈ પણ કેટલી ફાયદાકારક છે? જે મલાઈને તમે દૂધ પીતા સમયે કાઢીને ફેંકી દો છો, તે કેટલી બધી ફાયદાકારક છે. મલાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ફાયદાકારક પણ છે. ચાલો જાણીએ કે મલાઈના ઉપયોગથી કઈ કઈ ટેસ્ટી વાનગી બનાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પ્રેડના રૂપમાં ઉપયોગી
તમે સેન્ડવિચ બનાવવા માગો છો પરંતુ બટર કે બીજુ કોઈ સ્પ્રેડ હાજર નથી? તો ચિંતા ન કરો, કારણકે તમે સ્પ્રેડના રૂપમાં મલાઈનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે માત્ર મલાઈ જામેલી પરત લેવાની છે અને ચમચી કે કાંટાની મદદથી બરાબર ફેંટી લેવાનું છે. ત્યાર બાદ તમે બ્રેડની સ્લાઈસ પર ફેંટેલી મલાઈ ફેલાવી દો. બ્રેડ પર કાકડી, ટામેટા અથવ તો પોતાની મનપસંદ સબ્જી પણ મૂકી શકો છો. આટલુ કર્યા પછી મલાઈ લગાવેલી બ્રેડ તેની ઉપર ઢાંકી દો અને માણો સ્વાદિષ્ટ નાસ્તાની મજા.


આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 કોણ હતી પૃથ્વી પરની સૌ પ્રથમ દુલ્હન, કેવી રીતે શરૂ થઈ લગ્નની પરંપરા?


ડેસર્ટ બનાવો
મલાઈ એક એવી વસ્તુ છે જેમાં માત્ર ખાંડ મિલાવી દેવાથી પણ એક સ્વાદિષ્ટ મીઠાઈ બની જાય છે. તમે રોટલીની સાથે પણ ખાંડવાળુ નવુ ડેઝર્ટ ટ્રાય કરી શકો છો. મલાઈનો ઉપયોગ કરીને તમે લડ્ડુ, બર્ફી , બ્રેડ મલાઈ રોલ્સ જેવા પણ ડેસર્ટ બનાવી શકો છો.


પાલકની કડવાશ દૂર થાય છે
પાલકમાં નેચ્યુરલી થોડી ઘણી કડવાશ હોય છે. જેને તમે મલાઈના ઉપયોગથી દૂર કરી શકો છો. પાલક-પનીરની પ્યુરી બનાવતા સમયે તેમાં 3-4 ચમચી મલાઈ ઉમેરી દો. આમ કરવાથી પાલકની ગ્રેવી ગાઢ બનશે અને ટેસ્ટ પણ મીઠો આવશે. પાલકને બાફતા સમયે પણ મલાઈ ઉમેરીને બ્લેન્ડ કરીને ટેસ્ટી રિઝલ્ટ મેળવી શકાય છે.


આ પણ વાંચો: Mahashivratri 2023: બજારમાંથી તાજા અને મીઠા શક્કરિયાં ખરીદવાની આ છે અદ્ભુત Tips
આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક
આ પણ વાંચો:
 ઉલટી ગંગા: સુરતમાં જમાઇની જાન લઇને સસરા પહોંચ્યા, જેઠ બન્યો કન્યાનો ભાઇ


બટર અને ઘી બનાવી શકાય
મલાઈને દરરોજ એક વાટકામાં એકઠુ કરીને જ્યારે વાટકો આખો ભરાય ત્યારે તેનો ઉપયોગ કરીને બટર બનાવી શકો છો. એકવાર બટર બની ગયા બાદ તેનો ઉપયોગ કરીને દેશી ઘી પણ બનાવી શકાય છે.


આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


સૌદર્ય માટે
 મલાઈ ન માત્ર ખાવા માટે પરંતુ સુંદરતા નીખારવા માટે પણ ઉપયોગી છે. ટેનિંગને દૂર કરવા માટે તમારે મલાઈને ફેંટીને પોતાના ચહેરા, હાથ અને પગ પર લગાવીને 10 મિનિટ સુધી રહેવા દો. ટેનિંગમાંથી છૂટકારો મેળવવા માટે મલાઈને હળવા હાથે મસળીને સ્ક્રબ કરી શકાય. ફેસપેક બનાવવા માટે મલાઈને ગુલાબ જળ અને ચણાના લોટની સાથે મિક્સ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન સ્કીનને સોફ્ટ અને ગ્લોઈંગ બનાવવા માટે ઉપયોગી છે.


આ પણ વાંચો: શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: અમરફળ છે કે પોષકતત્વો અને વિટામીનોનો ખજાનો, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: નાકમાં આંગળી નાખવાની આદત હોય તો સુધારી દેજો, રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube